વડોદરા : વારસિયા સજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડેવલોપર્સ પ્રણવ ચોક્સી પાલિકાની વડી કચેરીમાં દેખાયા. સ્માર્ટ સિટીનું રેન્કિંગ બચાવવા સંજય નગર નો સ્માર્ટ સીટી માંથી પ્રોજેક્ટ ડ્રોપ આઉટ કરાશે. સ્માર્ટ સિટીની મિશનની 25 મી બોર્ડ મીટીંગ ગુરૂવારના રોજ મળનાર છે. તે મુદ્દે નિર્ણય પણ લેવામાં આવશે. જોકે છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો 231.70 કરોડ નો પ્રોજેક્ટ ચાલુ થયો નથી ડેવલોપર્સ દ્વારા જમીન પર ઇટ પણ મૂકવામાં આવી નથી.
સ્માર્ટ સિટીમાં સંજયનગર નેટ ડ્રોપ આઉટ કરeશે તેવો આખરી નિણર્ય લેનાર હોય ત્યારે સંજયનગર ડેવલોપર્સ ડીએમસીના પ્રણય ચોકસી બુધવારે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. જેઓ ગત શનિવારે સરકારી રજા હોવા છતાં પણ મેયર કેવું રોકડિયા સાથે ચેમ્બરમાં ગુપ્ત મિટિંગ કરી હતી હવે મેયરને જોડે મિટિંગ કર્યા બાદ સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ ખાતે મુલાકાત લીધી હતી. ડેવલોપરને ડર છે કે મલાઈદાર પ્રોજેક્ટ હાથમાંથી જતો રહે નહીં બ્લેક લિસ્ટ કરે નહીં તેના માટે પાલિકા કચેરીએ આટા ફેરા મારે છે. જોકે હાઇકોર્ટ ની સુચના બાદ ડેવલોપર્સ એ 1841 પરિવાર જે અત્યારે ઘર વિહોણા છે તેમના માટે આવાસ યોજના બનાવવાની કામગીરી શરૂ કરવાની હોય તેના બદલે પ્રોજેક્ટ બ્લેકલિસ્ટ ના થાય તેના માટે ધમપછાડા કરી રહ્યા છે.