Dakshin Gujarat

આ વાવાઝોડાની અસરના લીધે સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ વધ્યો

ગાંધીનગર : સૌરાષ્ટ્રના (Saurashtra) સાગરકાંઠે હવે પોરબંદરથી (Porbandar) 70 કિમી દૂર એક વાવાઝોડાની સિસ્ટમ (storm system) દરિયામાં (Sea) ધૂમરી ખાઈ રહી છે. આ સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યુ છે. જો કે આ લો પ્રેશર (Low Pressure) સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈને ઓમાન (Oman) તરફ આગળ વધે સંભાવના છે. છતાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે દરિયામાં ભારે કરંન્ટ જોવા મળી રહ્યો છે.

  • હવામાન વિભાગની સતત નજર, ઓમાન તરફ ફંટાય તેવી શક્યતાથી દરિયામાં કરંટ જોવા મળ્યો
  • ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટકનો દરિયો તોફાન ત્રાટકી શકે
  • દરિયાખેડૂઓને દરિયો ન ખેડવા સૂચન અપાયા
  • રવિ-સોમવારે 2 દિવસ ડિપ્રેશનના કારણે દરિયામાં તોફાની મોંજા ઉછળી શકે છે
  • આ ડિપ્રેશન કરાચીથી 410 કીમી દૂર છે 
  • તેમજ આ ડિપ્રેશન સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે

આગામી 24 કલાકમાં વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર તરફ ઓમાનના કિનારા તરફ આગળ વધે તેવી સંભાવના છે. તેમ હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠે હવાનું દબાણ પર વધી જવા પામ્યુ છે. હાલમાં દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રવિવાર સાંજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે પવનની ગતિ 55 થી 65 કિમી સુધી પહોચવાની સંભાવના હતી. રવિવાર અને સોમવારે એમ 2 દિવસ સુધી આ ડિપ્રેશનને લીધે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટકનો દરિયો તોફાની બને તેવી શકયતાને લીધે માછીમારોને દરિયામાં ન જવા સાવચેત કરાયા હતા.

જો કે ઓખાથી 70 કિ.મી દૂર લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ હતી, પરંતુ તેની અસર પોરબંદર અને સૌરાષ્ટ્રમાં નહિવત જોવા મળી હતી. જીલ્લાના કેટલાક અલગ અલગ વિસ્તારામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ જિલ્લાના પોરબંદર તાલુકામાં 476 મીમી (66.85 ટકા), કુતિયાણામાં 661 મીમી (84.10 ટકા) અને રાણાવાવમાં 711 મીમી (89.66 ટકા) નોંધાયો છે.

રાજ્યમાં એક તરફ છેલ્લા સપ્તાહમાં નવસારી, વલસાડ, ડાંગ, સુરત સહિત આઠ જિલ્લાઓમા ભારે વરસાદથી ભારે નુકસાન થયુ છે. જ્યારે 57 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. જ્યારે 54 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એનડીઆરએફ સહિતના અર્ધલશ્કરી દળો દ્વ્રારા 1254 લોકોને રેસ્કયૂ કરાયા છે.

Most Popular

To Top