વડોદરા : એમએસ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ફુટબોલ મેચ દરમિયાન મારામારી થતાં જ ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી બીજો ગોલ કરવા જઈ રહેલા ખેલાડીને ધક્કો મારી પાડી દેવાતા મામલો બિચકયો હતો અને જોત જોતામાં ફૂટબોલ મેચનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. મેચ જોવા આવેલા કેટલાક અસામાજિક તત્ત્વોએ હોકી ડંડાઓ વડે ખેલાડીઓને દોડાવી દોડાવીને ફૂટબોલની જેમ ઉછાળ્યા ફંગોળી માર માર્યો હતો. ફૂટબોલ મેદાનમાં વાં
મચેલા સમરાંગણની ઘટના બાદ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. એમએસ યુનિવર્સિટી અને વિવાદોને વચ્ચે અતૂટ નાતો હોય તેમ ગત રાતે વધુ એક વિવાદીત ઘટના યુનિવર્સિટીના પેવેલિયન ખાતે બની હતી યુનિવર્સિટીમા હાલ ફૂટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે જે અંતર્ગત રવિવારની રાતે અગિયાર વાગ્યે સેમિફાઇનલ મેચ રમાઈ હતી જોકે આ મેચ જોવા કેટલાક અસામાજીક તત્વો પણ ઘૂસી આવ્યા હતા ફૂટબોલ મેચમાં એક ટીમને બે ગોલ કર્યા હતા જ્યારે હરીફ ટીમે પણ એક ગોલ કર્યો હતો દરમિયાન હરીફ ટીમનો ખેલાડી બીજો ગોલ કરવા તરફ આગળ વધ્યો તે સમયે ગોલ થઈ જશે અને જીતની આશાઓ ધૂંધળી થશે તેમ લાગતા ગોલકીપર તરફ આગળ વધતા ખિલાડીને ધક્કો મારી પાડી નાખતા મામલો બિચકયો હતો દરમ્યાન ફૂટબોલ મેદાનમાં ધિગાણું ગયું હતું મેચ જોવા ઘૂસી આવેલા અસામાજિક તત્ત્વોએ હરીફ ટીમના ખેલાડીઓને હોકી અને ડંડાઓ એ વડે દોડાવી દોડાવી માર માર્યો હતો આ ઘટનામાં 20થી વધુ ખેલાડીઓ અને યુવાનોને ઇજા થઇ હોવાનું કહેવાય છે બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને મેચ જોવા આવેલા કેટલાક યુવાનોની પુછપરછ પણ હાથ ધરી હતી જોકે આ મામલે હજુ સુધી પોલીસે કોઈ ધરપકડ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.
વિજિલન્સ ટીમનું કઈ ઉપજ્યું નહીં
ફૂટબોલ મેદાનમાં બનેલી મારામારીની ઘટનાએ વિજિલન્સ ટીમની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા કર્યા છે વર્ષોથી એકની એક વિજિલન્સની ટીમ ફરી એક વાર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ હતી BBA બિલ્ડીંગ ખાતે ફૂટબોલના ખેલાડીઓને દોડાવી દોડાવી માર કરવામાં આવતો હતો તે વેળાએ હાજર વિજિલન્સની ટીમ મુક પ્રેક્ષક બની રહી હતી વિજિલન્સની ટીમનું કશું જ ઉપજતું ન હોય તેમ તેઓ માત્ર તમાશો જોઈ રહ્યાં હતા આ વિજિલન્સ પર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભરોસો કેવી રીતે મુકાય તેને લઈને પણ હવે ચર્ચાઓ જોર પકડી રહી છે.
પૂર્વ આયોજિત કાવતરાની આશંકા
યુનિવર્સિટીના ફૂટબોલ મેચમાં થયેલ મારામારી પૂર્વયોજિત કાવતરું હોવાની પણ આશંકા પ્રબળ બની રહી છે મેચ જોયેલા તત્વો પાસે હોકી, ડંડા ક્યાંથી આવ્યા તે પણ એક સવાલ છે.
UFC ટીમના નીતિન સિંઘને ટાંકા લેવા પડ્યાં
BBA બિલ્ડીંગ ખાતે UFC વર્સીસ વંડર્સ FC ટીમ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થયેલી મારામારીમાં ટીમના ખિલાડી નિતીન સિંઘને આંખની ઉપરના ભાગે માર મારતા ટાંકા લેવામાં આવ્યા હતા UFC ટીમમાં ગુજરાતને રીપ્રેઝન્ટ કરતા અનેક ફૂટબોલ ખેલાડીઓ પણ રમી રહ્યા હતા ત્યારે ખેલાડીઓને મારવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે