Business

ગુજરાત સરકાર નુ દેવું એટલે લોકોનું દેવું “

કોઈપણ વ્યકિત, સમાજ કે રાજ્ય અને દેશની આર્થિક સ્થિતિ નો આધાર તેમનું કેટલું દેવું છે તેના ઉપર આધાર રાખે છે. કોઈપણ વ્યક્તિ બિનજરૂરી દેવાના ડુંગર નીચે દબાઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ પડે છે કેટલીક વખત આપઘાત ના કિસ્સાઓ પણ બનતા હોય છે. તારીખ 26-03-2 026ના ગુજરાતમિત્ર દૈનિક અખબાર ના તંત્રી લેખ મા જણાવ્યા મુજબ ગુજરાત સરકાર નુ દેવું એક વર્ષ ના બજેટ જેટલું છે જો સમયસર પગલાં લેવામાં આવશે નહીં તો આર્થિક સ્થિતિ બગડશે. સરકારનું દેવું એટલે લોકોના માંથે દેવું, દેવું ઘટે તે માટે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જ સૂચન કરવું જોઈએ.

ઘણી વખત બજેટમાં જે જોગવાઈ કરવામાં આવે છે તેના નાણાં નો પુરેપુરો ઉપયોગ ન થવાના કિસ્સા પણ બને છે. સરકાર મા રજૂ કરેલ કેગ નો અહેવાલ ધ્યાને લેતા ગુજરાત ને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને સહાય માં પણ ઘટાડો થયો છે એટલે બજારમાંથી લોન લેવી પડે છે ગુજરાત સરકાર નુ દેવું આ રીતે વધતું જશે તો આર્થિક સ્થિતિ સારી ન રહે તો આખરે તો લોકોએ જ એના ભોગ બનવું પડશે. ચાર કરોડ નુ દેવું ઘટે તે માટે અનેકવિધ પગલાં લેવા પડશે . વધુ પડતાં દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય તે માટે સરકાર શ્રી સાથે લોકોએ પણ સજાગ થવું પડશે એવુ નથી લાગતું ?
સુરત     – ચંદ્રકાંત રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top