Comments

બ્રિટનના શાહી કુટુંબની પુત્રવધૂ પોતાનાં મૂળ શોધવા આફ્રિકા જઇ રહી છે

અગાઉ, બ્રિટિશ ઉમરાવો અને જાગીરદારોને લગતી ટી.વી. સિરિઝ ‘ડાઉનટન એબી’માં એક બ્રિટિશ ઉમરાવનો આફ્રિકાની એક અશ્વેત કન્યા સાથે રોમાન્સ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિક જીવનમાં બ્રિટનના શાહી પરિવારે પત્ની તરીકે કોઇ અશ્વેત કન્યાને પસંદ કરી હોય તેવો બનાવ ઇતિહાસમાં નોંધાયો નથી. બ્રિટનના શાહી ખાનદાન અને એમના ભાયાનો તો કોમનર અર્થાત્ ગોરા પણ આમવર્ગના યુવાન યુવતીઓ જોડે લગ્ન કરતાં ન હતાં. અમુક લોકોના માનસમાં એવું ખોટું ઠસાવવામાં આવ્યું હતું કે શાહી ખાનદાની નસોમાં બ્લુબ્લડ વહેતું હોય છે તેથી ખાનદાનના સભ્યોને બ્લુ બ્લડ (નીલું લોહી) કહીને પણ ઓળખવામાં આવતાં હતાં અને હજી પણ એ રીતે ઓળખવામાં આવે છે.

પરંતુ એ સિલસિલો પ્રથમ વખત રાજકુમાર અને ડાયેના-ચાર્લ્સના બીજા ક્રમના પુત્ર, ડયુક ઓફ સસેકસ, પ્રિન્સ હેરીએ તોડયો હતો. હેરીએ ડચેસ ઓફ સસેકસ મેઘન મરકલ સાથે લગ્ન કર્યાં તે પેલેસને અને હાર્ડકોર બ્રિટિશ ઉમરાવો, અધિકારીઓને પસંદ પડયું ન હતું. મેઘન પણ સાવ અશ્વેત ખૂન નથી. એના પિતા થોમસ મરકલ એક અમેરિકન ગોરા વંશના હતા અને માતા ડોરીઆ રેગલેન્ડ અશ્વેત આફ્રિકન વંશની હતી. મેગન મરકલ તેઓના સંતાન તરીકે મિશ્ર ફીચરો ધરાવે છે. તે અશ્વેત જેવી જણાય છે છતાં આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. એ પ્રિન્સ હેરીને પરણી ત્યારે હોલીવુડમાં એક નાની ક્ષમતાની અભિનેત્રી હતી. અગાઉ એણે ટ્રેવર ઇંગલસન નામના માણસ સાથે લગ્ન કર્યાં હતાં અને ત્રણેક વરસના લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા હતા.

ત્યાર બાદ 2018માં એણે પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યાં હતાં. એ લગ્ન બાદ તેઓએ ઘણો વિરોધ સહન કરવો પડયો હતો. પેલેસ અને ત્યારનાં રાણી મા સાથે, પિતા અને મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે અનેક વખત રિસામણાં અને મનામણાં થયાં. બન્ને વારંવાર હોલીવુડમાં કામ મળવાની આશાથી જતાં અમેરિકા જતાં રહેતાં હતાં. તે દરમિયાન પ્રિન્સ હેરીએ ‘સ્પેર’ નામની પોતાની જીવનકથા લખી. જેની લાખો પ્રત વેચાઈ અને જગબત્રીસીએ ખૂબ ચઢી હતી. મેઘનને હોલીવુડમાં કામ મળતું હતું. પણ એટલું મળતું ન હતું કે ‘સ્ટાર’ કહી શકાય.

દરમિયાન હવે બ્રિટનના પેલેસ સાથે સંબંધો સુધર્યા છે અને બન્નેને ડયુક અને ડચેસ ઓફ સસેકસના શાહી હોદ્દાઓ અપાયા છે. ડયુક 39 વરસનો થઇ ગયો છે અને માથામાં ટાલ પડવાનો વારસો જાળવી રાખ્યો છે. પત્ની મેઘન અર્થાત્ ડચેસ પતિ કરતાં ત્રણ વર્ષ મોટી છે. 42 વરસની હમણાં ડયુક અને ડચેસ આફ્રિકાના નાઇજિરિયા દેશના સત્તાવાર પ્રવાસે ગયાં છે. આ પ્રવાસમાં તેઓ અમુક રાજદ્વારી રસમો નિભાવશે અને કેટલાંક ઔપચારિક કામો પણ કરશે. પણ વધુ મહત્ત્વનું ડચેસ મેઘનનું પોતાનું કામ છે. તે સંદર્ભમાં એ નાઇજિરિયા પહોંચી છે અને કામ પણ નૃવંશશાસ્ત્રીઓ તેમ જ વિજ્ઞાનીઓને રસ પમાડે તેવું છે.

ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ નાઇજિરિયાનાં ત્રણ શહેરોની મુલાકાત લ2029માં યોજાનારી ઇન્વિકટસ રમતગમતો માટે તૈયારીની તેઓ સમીક્ષા કરશે. ઇજા પામેલા અપંગ સૈનિકોના પુનર્વસન માટે પ્રયત્નોને અંજામ આપશે. ડચેસ ‘વિમેન ઇન લીડરશીપ’ જેવા ઇવેન્ટનું ઉદ્દઘાટન કરશે. આ બધાં કરતાં પણ ડચેસ માટે જે મહત્ત્વની બાબત છે તે એના પૈતૃક મૂળની, એમના પૂર્વજો અને વર્તમાન પિતરાઈઓની ખોજ કરવાની બાબત છે.

ડચેસે અમેરિકામાં ગયા ઓકટોબરમાં પોતાના ડીએનએના આધારે જીનીઅલોજી અર્થાત્ પૈતૃકોની ઓળખાણ મેળવવા માટેનો ટેસ્ટ કરાવ્યો હતો. તે ટેસ્ટમાં સાબિત થયું કે ડચેસ મેઘન મરકલ 43 ટકા નાઇજિરિયન વંશના જીન્સ અને લોહી ધરાવે છે. પંદર, સો, સતર અને અઢારમી સદીમાં ઉત્તર આફ્રિકાના પશ્ચિમમાં આવેલા સોહેલ પ્રદેશ તેમજ આસપાસના પ્રદેશોમાંથી સૌથી વધુ સંખ્યામાં ગુલામોને અમેરિકા લઇ જવામાં આવ્યા હતા.

આ પ્રદેશોમાં એક નાઇજિરિયા પણ છે. ટેસ્ટનાં પરિણામો મેઘને ગયા ઓકટોબરમાં પોતાના ‘આર્કીટાઈપ્સ’ શીર્ષકના પોડકાસ્ટ દ્વારા દુનિયા સમક્ષ મૂકયાં હતાં. એણે જાહેર કર્યું હતું કે, ‘હું 43 ટકા નાઇજિરિયન છું.’ ડચેસને પૂછવામાં આવ્યું કે નાઇજિરિયાની કઇ ટ્રાઈબમાં એના વંશજો થઇ ગયા? ત્યારે ડચેસે જવાબમાં કહ્યું કે, ‘હું તે બાબતમાં જાણતી નથી’ પણ ડચેસે આ બાબતમાં વધુ સઘન તપાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ડચેસ 43 ટકા નાઇજિરિયન છે અને બ્રિટિનના શાહી કુળની પુત્રવધૂ છે તે જાણીને નાઈઝિરિયાના ઉગ, ધુર્ત અને સ્કેમેસ્ટર લોકોએ જગતમાં નાઇજિરિયનોની કોઇ આબરૂ રહેવા દીધી નથી.

છતાં બધાં નાઇજિરિયનો એકસરખાં ખરાબ થોડાં હોવાનાં? મેદાન મરકલ ભલે પોતાનાં મૂળ શોધવા ગઇ, પણ એમ જલ્દીથી મૂળ શોધી શકાતાં નથી. પ્રસિદ્ધ લેખક એલેકસ હેલીએ આ પ્રયત્ન કર્યો હતો અને તેમાંથી એમની જગપ્રસિદ્ધિ ‘રૂટસ’ નામક નોવેલ જન્મી હતી. લેખક હેલી આફ્રિકી વંશના અમેરિકન છે અને રૂટસ શબ્દો, વર્ણનો અને અલંકારોથી પ્રચુર હોવા છતાં વાંચવી ગમે તેવી છે. એમણે ગુલામોને પકડવાથી માંડીને વેચાણ સુધીની માનવીય ભાવનાઓને સુંદર રીતે વ્યક્ત કરી છે. તે પણ સાહેલ પ્રદેશની જ વાત છે.

સામાન્યપણે લોકોને પાંચમી કે છઠ્ઠી પેઢીનાં દાદા-દાદી કે નાના-નાનીનાં નામ યાદ રહેતાં નથી. જોહાનિસબર્ગના એરપોર્ટ પર એક ઝિમ્બાબ્વેનાં મૂળ હિન્દી ભાઈ મળી ગયા. એમનું નામ જય સોલંકી હતું. પણ એ લોકો ભારતમાં કયા પ્રદેશમાંથી આફ્રિકા આવ્યા છે તેનો તેમને ખ્યાલ ન હતો. એણે કહ્યું કે અમે ગુજરાત કે રાજસ્થાન કે કોઇ બીજી જગ્યાએથી આવેલા છીએ. એ માત્ર અંગ્રેજી જ જાણતાં હતાં. એમનાં વડીલો દોઢસો વર્ષ પૂર્વે ઝિમ્બાબ્વે, ત્યારનું રહોડેશિયામાં ગયા હશે.આઓઝઅનુભ જમૈકાની હિન્દુ બહેનો અમેરિકાના ન્યુ જર્સીમાં આ લખનારને મળી ત્યારે પણ થયો હતો.

એ બહેનો પૂજાનો સામાન ખરીદવા આવી હતી પણ ભારતમાં તેઓ મૂળ કયા પ્રદેશના છે તે તેઓ જાણતી ન હતી. તેઓ સદીઓથી વેસ્ટ ઇન્ડિઝમાં જઇને વસ્યાં હતાં. મેઘન મરકલ ઉફજ્ઞ ડચેસ માટે પોતાનાં કુળનાં મૂળ શોધવાનું મુશ્કેલ હશે. સિવાય કે બધા નાઇજિરિયનોનો જીનીઅલોજી ટેસ્ટ કરવામાં આવે. જો એ ટેસ્ટ થાય તો મરકલનાં નજીકનાં સગાંવહાલાંઓની ભાળ મળે. અમેરિકામાં આ પ્રકારના ટેસ્ટ દ્વારા અનેક છૂટાં પડી ગયેલાં ભાઈભાંડુઓ, ફરીથી મળી રહ્યાં છે. ગુપ્ત રહેલા અથવા ગુપ્ત રાખેલાં ઓરમાન ભાઈ-બહેનો કાકા વગેરેની ભાળ મળી રહી છે. એક ભાઈ લેબોરેટરીમાં વીર્યદાન કરતા હતા. વીર્યદાન કરનારનાં નામ ઓળખ વગેરે ગુપ્ત રખાય છે.

પણ સંતાનોએ પોતપોતાની રીતે પોતપોતાનાં ડીએનએ ટેસ્ટ કરાવ્યાં ત્યારે અનેક સંતાનોનાં મૂળ તરીકે એક પિતા મળી આવ્યા. પિતાના ડીએનએ સાથે પાંત્રીસેક સંતાનોના ડીએનએ મળ્યા. તમામની માતાઓ અલગ અલગ હતી. પણ સંતાનોનાં ડીએનએ ભાઈ-બહેનો તરીકે આપસમાં મેચ થયાં. નેટ પર ગોઠવણ કરીને તેઓ એક દિવસ પિતાને મળવા પહોંચી ગયાં. તેઓના આનંદનો પાર ન રહ્યો. શકય છે કે મેદાનના પણ અનેક પિતરાઈ ભાઈ-બહેનો મળી આવે. સગાં ભાઈ-બહેન તો કોઇ નહીં મળે કારણ કે સદીઓથી ડચેસ મેદાનનું કુટુંબ અમેરિકામાં છે. જે મળશે તે દૂરના પિતરાઈઓ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top