વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં મામી સાસુને પાન-મસાલાનો ગલ્લો શરૂ કરવા માટે પોતાના નામે લોન લઇને આપનાર મહિલા મામી સાસુને હપ્તા ભરવા માટે કહેવા માટે ગઇ હતી. મામી સાસુએ ભાણેજ વહુને શાંતિથી જવાબ આપવાને બદલે તેના વાળ પકડી માર માર્યો હતો. અને તેના ચારિત્ર્ય ઉપર આક્ષેપ મુક્યો હતો. માણેજા વુડાના મકાનમાં બનેલા આ બનાવ મકરપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના માણેજા વુડાના મકાનમાં રહેતા સાબરીબહેન પરવેઝભાઇ દીવાન લોકોના ઘરમાં કામકાજ કરે છે. અને તેમના પતિ વાસણા રોડ ઉપર ઓટો ગેરેજ ધરાવે છે. બંને મહેનત કરીને પોતાના બે સંતાનો સાથે ગુજરાન ચલાવે છે. સાબરીબહેન દીવાને વુડાનાજ મકાનમાં રહેતા મામી સાસુ સબાના આમીન દીવાનને પાનનો ગલ્લો શરૂ કરવા માટે બે વર્ષ પૂર્વે પોતાના નામે રૂપિયા 50,000ની મહિલા લોન અપાવી હતી.
સાબરીબહેને લોન અપાવ્યા બાદ મામી સાસુને જણાવ્યું કે, તમે લોનના હપ્તા કેમ ભરતા નથી, મારા ઉપર લોનના હપ્તા વધી ગયા છે. હપ્તા ભરી દો. તેમ જણાવતા મામી સાસુ સબાનાએ જણાવ્યું કે, હાલમાં મારી પાસે પૈસા નથી. આવશે ત્યારે ભરી દઇશ. તેવો ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો હતો. તે સામે સાબરીબહેને કહ્યું કે, તમે હપ્તા ભરતા ન હોવાથી મારા ઘરે સાહેબ હપ્તા લેવા માટે આવે છે. સાબરીબહેન હપ્તાની ઉઘરાણી માટે પાન-મસાલાના ગલ્લા ઉપર આવતા મામી સાસુ સબાનાને પસંદ ન પડતાં રોષે ભરાઇ હતી. અને ભાણેજ વહુ સાબરીબહેનને કહ્યું કે, તું રાત્રે કોને મળવા ગયેલ. ત્યારે લોનના હપ્તાની ઉઘરાણી માટે આવેલ સાબરીબહેનએ મદદ કરનાર તેની ભાણેજ વહુ સાબરીબહેનને જણાવ્યું કે, તું મોડી રાત્રે કોને મળવા ગયેલ. તું અવળા ધંધા કરે છે. તેમ જણાવી વાળ પકડીને માર માર્યો હતો. મકરપુરા પોલીસ મથકમાં મામી સાસુ સબાના અને મામા સસરા આમીન જાનુદ્દીન દીવાન તેમજ બહેન શાનનું વિરુદ્ધ ગુનો નોધ્યો છે.