કેટલીક ફાયર એન્ડ ફ્લડ સંબંધિત વીમા પોલીસીઓમાં વીમા કંપનીઓ Storm, Tempest, Flood, Inundation (STFI) તરીકે ઓળખાતું એક્સક્લુઝન લાગુ પાડી દેતી હોય છે. મોટા ભાગના વીમેદારોને આની જાણ કે સમજ હોતી નથી, આ શરત પ્રમાણે વાવાઝોડું,પુ૨,પાણીના લીકેજ વગેરે સંબંધિત ઈસ્યુ કલેમ વીમા પોલીસી શરૂ થયા પછી 15 દિવસ પછી જ મળી શકે છે એટલે કે વીમા પોલીસી શરૂ થયા બાદ 15 દિવસ સુધી વાવાઝોડું, પુર વગેરે સંબંધિત ક્લેમ ચૂકવણીપાત્ર ગણાય નહીં પરંતુ સુરતના એક કેસમાં એક ઉદ્યોગપતિ વીમેદારે લીધેલી વીમા પોલીસી STFI અંગે 15 દિવસના Waiting Period ની શરત ન લાગુ પાડવા માટે વધારાનું 0.25% પ્રીમિયમ વીમેદાર પાસે વીમા કંપનીએ વસૂલ લીધા છતાં તે ઉદ્યોગપતિની ફેકટરીમાં પુ૨થી થયેલ નુકસાનનો કલેમ વીમો લીધા બાદ 4 દિવસમાં જ પુરથી નુકસાન થયેલું હોવાથી અને પુરથી નુકસાનનો ક્લેમ 15 દિવસ પછી જ ચૂકવણીપાત્ર બનતો હોવાની STFI અંગેની અવરોધાત્મક શરત લાગુ પડતી હોવાનું જણાવી વીમા કંપનીએ નકારી કાઢયો હતો પરંતુ સુરતની જિલ્લા ગ્રાહક અદાલતે કલેમ ચૂકવણીપાત્ર હોવાનો ચુકાદો આપ્યો હતો. જેથી વીમા કંપનીએ ઉપલી અદાલતમાં પડકારી ઉપલી અદાલતને ક્લેમ ચૂકવવાને પાત્ર હોવાનું ઠરાવતો સુરત ફોરમનો ચુકાદો કન્ફર્મ કર્યો હતો.
ચેતનભાઈ ૨ણજીતભાઈ ગજજરે મયૂર ફેબ્રિકસના સોલ પ્રોપરાયટરે ( ઠે.GIDC, કતારગામ, સુરતના) એડવોકેટ શ્રેયસ દેસાઈ મા૨ફત સુરત ગ્રાહક તકરા૨ નિવારણ ફોરમમાં નેશનલ ઈનશ્યોરન્સ કંપની વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદીએ તેમની ફેક્ટરીમાં આવેલ પાવર લુમ્સની મશીનરી તથા ફર્નિચર, ફીકચર્સ, ફીટીંગ્સ તથા યાર્ન અને કાપડના માલ સ્ટોકનો વીમો સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશ્યલ પેરીલ્સ પોલીસી તા.31/07/2005 થી તા.30/07/2006 ના સમય માટે લીધેલી. સદર પોલીસી અમલમાં હતી ત્યારે ફરિયાદીએ તા.20/07/2006 ના રોજ વીમો રીન્યુ કરાવવા પ્રીમિયમની રકમ રૂ.2,593/- નો ચેક સામાવાળાના એજન્ટને આપેલ, જે વીમા કંપનીએ તા.28/07/2006 ના રોજ બેંક ખાતામાં જમા કરાવેલો અને બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોય, ચેક ડીસઓર્ડર થયેલો પરંતુ તેની જાણ વીમા કંપનીએ ફરિયાદીને કરેલી નહીં અને છેલ્લે તા.03/08/2006 ના રોજ ચેક રીટર્ન થયેલની જાણ કરતાં ફરિયાદીએ તુર્ત જ રોકડા રૂ.2593/- તથા ચેક રીટર્નના રૂ.100/- વીમા કંપનીના એજન્ટને આપેલ અને એજન્ટે તા.07/08/2006 ના રોજ પ્રીમિયમની રકમ જમા કરાવેલાની રસીદ આપેલી પરંતુ, વીમા કંપનીએ ઇનશ્યોરન્સ પોલીસી આપેલ નહીં.
વધુમાં ત્યાર બાદ માત્ર 4 દિવસમાં એટલે કે તા. 07/08/2006 ના રોજ સુરત શહેરમાં તાપી નદીમાં ભારે પુર આવતાં ફરિયાદીની ફેક્ટરીમાં પુરના પાણી ફરી વળેલા, જેથી કારખાનાની મશીનરી,યાર્ન, કાપડના માલ-સ્ટોક વગેરેને કુલ રૂ. 4,13,730/- નું નુકસાન થયેલું. તેની જાણ ફરિયાદીએ પુરના પાણી ઊતર્યા બાદ તા. 16/08/2006 ના રોજ સામાવાળાને કરતાં, સામાવાળાએ રવિ સિંઘલની સર્વેયર તરીકે નિમણૂક કરેલી. સર્વેયરે તા.18/08/2006 ના રોજ ફરિયાદીના કારખાને આવી નુકસાન અંગેની માહિતી મેળવેલી અને ફરિયાદીને રૂ.2,28,426/- નું નુકસાન થયેલું હોવા બાબતનો પોતાનો રીપોર્ટ વીમા કંપનીને આપેલ. ફરિયાદીએ આ અંગે કલેમ કરતાં સામાવાળાએ તેઓના તા.27/03/2008 ના પત્રથી ફરિયાદીનો ક્લેમ નામંજૂર કરેલો અને જણાવેલ કે ફરિયાદીનો ફરિયાદવાળો વીમો તા. 03|08/2006 ના રોજ શરૂ થયા બાદ માત્ર 4 દિવસમાં જ પુરથી નુકસાન થયું હતું અને એકસકલુઝન એન્ડોર્સમેન્ટ અન્વયે ફરિયાદીની પોલીસીમાં STFI ના જોખમનું કવર 15 દિવસ પછી શરૂ થતું હોવાથી, કલેમ મંજૂર થવાપાત્ર નથી. આથી ફરિયાદીએ સામાવાળા પાસેથી રૂ.4,13,730/- પુરની તારીખથી 15 % વ્યાજસહિત તથા શારીરિક- માનસિક ત્રાસના રૂ. 5,000/- તથા ફરિયાદ ખર્ચ વસૂલ મેળવવા સુરત જિલ્લા ગ્રાહક ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ.
સામાવાળા-મૂળ ફરિયાદી તરફે શ્રેયસ દેસાઇએ દલીલ કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીની પોલીસીમાં STFI પેરીલ્સ (Storm, Tempest, Flood, Inundation) નો સામાવેશ થયેલ છે. ટેરીફ એડવાઇઝરી કમિટીએ તા.31/03/2001 ના રોજ જે નિયમો બનાવેલા છે, તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે, જો STFI નું કવરેજ ન લેવા માંગતા હોય તો પ્રીમિયમમાં 25 % ઘટાડો થાય પરંતુ ફરિયાદીના પ્રીમિયમમાં ઘટાડો થયેલો નથી. ફરિયાદી પાસે પોલીસીની શરૂઆતથી STFI ક્વરેજ છે અને તે રીન્યુ થતું આવ્યું છે. તેમણે વધુ દલીલ કરતાં જણાવેલ કે, તા.07/08/2006 ના રોજ પુરથી નુકસાન થયા બાદ વીમા પોલીસી તા.26/08/2006 ના રોજ ફરિયાદીને મળેલ છે. તેથી વીમા પોલીસીમાં જો કોઇ એક્સક્લુઝન ક્લોઝ હોય તો તે પણ ફરિયાદીને લાગુ પડતું નથી. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવા૨ણ કમિશનના (મુખ્ય) તત્કાલીન પ્રમુખ એ.આ૨.પટેલે આપેલ જજમેન્ટમાં ફરિયાદીની ફરિયાદ મંજૂર કરી ફરિયાદીની ફેકટરીમાં મશીનરી માલ-સ્ટોકને થયેલ નુકસાન અંગે 4,13,730/- નો ક્લેમ પુરની તા.07/08/2006 થી ચૂકવણીની તારીખ સુધી વાર્ષિક 9% ના વ્યાજ સહિત ફરિયાદીને ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો હતો.
મજકૂ૨ હુકમથી નારાજ વીમા કંપનીએ ગુજરાત રાજય નિવારણ (રાજયની વડી ગ્રાહક અદાલત) સમક્ષ અપીલ ફાઈલ કરી સુ૨ત ફો૨મના હુકમને પડકારી હુકમ ૨દ ક૨વા દાદ માંગી હતી. ગુજરાત સ્ટેટ કમિશનના ન્યાયિક સભ્ય આઈ.ડી.પટેલ અને જે.જે.મેકવાનીએ આપેલા ચુકાદામાં વિવિધ મુદાની છણાવટમાં જણાવ્યું હતું કે ટેરીફ એડવાઇઝરી કમિટીના નિયમો જોતા ફરિયાદીને વીમા પોલીસીમાં STFI નું પ્રીમિયમ વીમા કંપનીએ સ્વીકારેલ હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે. વધુમાં વીમા કંપનીના સર્વેયરે પોતાના રીપોર્ટમાં ફરિયાદીની ફેકટરીમાં પુ૨થી થયેલ નુકસાન રૂા.2,28,426– જણાય છે.
૫રંતુ સર્વેયરની એફીડેવીટ ફોરમ સમક્ષ રજૂ થયેલ નથી જેથી સર્વેયરનો રીપોર્ટ મજબૂત અને આધારલાયક ગણાય નહીં જે હકીકતમાં ફરિયાદીને વીમાના ક્લેમની રકમ ન ચૂકવીને વીમા કંપનીની સેવામાં ખામી દર્શાવી હોવાનું તારણ સ્ટેટ મિશને કાઢયું હતું. સુરત જિલ્લા ફોરમે ફરિયાદીને ક્લેમની ૨કમ રૂ.4,13,730/- મળે તેમ ઠરાવેલ હતું તે વ્યાજબી હોવાનું સ્ટેટ કમિશને જણાવી સુરત ફોરમનો હુકમ કન્ફર્મ કર્યો હતો. પરંતુ સુરત જિલ્લા ફોરમે ક્લેમની ૨કમ ૫૨ પુરની તારીખથી 9% વ્યાજ ચૂકવવાનો વીમા કંપનીને નિર્દેશ આપેલો. તેમાં ફેરફાર કરીને પુરની તારીખને બદલે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરવાની તા. 31/05/2008 થી ક્લેમની ૨કમ ૫૨ 9% વ્યાજ ચૂકવવાનો સુધારો સ્ટેટ કમિશને કર્યો હતો.