Charchapatra

નરેન્દ્ર મોદીના અર્ધ સત્યની હોંશિયારી 

પીએમ કેવડિયા આવ્યા. અખંડ ભારતના ઘડવૈયા સરદારની વાતો કરી. નેહરુની ટીકા કરી. પરંતુ અહીં એ સમજવાની જરૂર છે કે તેઓ પોતે પણ નહેરુના હોદ્દા ઉપર આજે બિરાજમાન છે, આવતીકાલે એમની પણ ટીકા થશે અને કેમ ન થવી જોઈએ? ૨૦૧૪ માં જે વ્યવસ્થા અને સંસાધનો તેમને મળ્યા છે તે નહેરુને અડધી રાત્રે મળેલી આઝાદીના દિવસે ન હોતા મળ્યા! Whatsapp યુનિવર્સિટીવાળા નહીં સ્વીકારે પરંતુ આ  જ પૂર્ણ સત્ય છે!

નહેરુને તો માત્ર ગરીબી, ભૂખમરો, કુપોષણથી પીડાતી પ્રજા અને જમીનથી ઊંડે ઘસી ગયેલું ભારત મળેલું, જ્યારે શ્રીમાનને તો આગલી સરકારોના અસંખ્ય તૈયાર પ્રોજેક્ટોની રીબીન કાપવાની હોશિયારી બતાવવાની તક આપતો  દેશ મળેલો ચલાવવા માટે, રાજ કરવા માટે. હોશિયારી માનવી પડે કે ભૂતપૂર્વ સરકારોના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને, ફોટો સેશન કરાવીને ભોળી પ્રજાને જે ગમે છે, જે તેમના જીવન સાથે  સ્નાન સુતકની નિસબત નથી ધરાવતું એવું વક્તવ્ય આપીને વાહવાહીની રોકડી કરી લેવી.
નવસારી           – રાજન જે જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top