લંડન : ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના લોકપ્રિય શો ‘ધ ક્રાઉન’ની (The Crown) સીઝન 5 (Season 5) હાલમાં જ રિલીઝ થઇ છે. આ વેબ સિરીઝ (Web Series) ચાહકોના દિલ જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. શ્રેણીની વાર્તા પ્રિન્સેસ ડાયનાના (Princess Diana) જીવન ઉપર ઝીણવટ પૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે.. ‘ધ ક્રાઉન’માં પ્રિન્સેસ ડાયનાની ભૂમિકા હોલીવુડ અભિનેત્રી એલિઝાબેથ ડિબેકીએ ખુબ જાનદાર રીતે ભજવી છે. જયારે હાર્ટ સર્જન ડો. હસનત ખાનનું પાત્ર પાકિસ્તાની અભિનેતા હુમાયુ સઈદે ભજવ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાની એક્ટરે સીરિઝ વિશે ઘણી વાતો શેર કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સીરિઝમાંથી તેનો એક મહત્વનો સીન કાપવામાં આવ્યો હતો.
પાકિસ્તાની કલાકાર હુમાયુ સઈદે આ વિશે રહસ્ય ખોલ્યું
આ વેબ સિરીઝમાં અભિનય કરનાર પાકિસ્તાની કલાકાર હુમાયુ સઈદે આ વિશે રહસ્ય ખોલતા કહ્યું હતું કે ‘ધ ક્રાઉન’ નેટફ્લિક્સની લોકપ્રિય શ્રેણી છે જેની દરેક સીઝન લોકો ખૂબ જ ઉત્સાહથી જોવા માંગે છે. ‘ધ ક્રાઉન’માં જ્યારે હુમાયુ સઈદની એન્ટ્રી થઈ ત્યારે લોકોનો ઉત્સાહ વધુ વધી ગયો હતો. તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેતાએ ‘ધ ક્રાઉન’ને લઈને પોતાનો અનુભવ શેર કર્યો છે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે સિરીઝમાંથી એક મહત્વપૂર્ણ સીન હટાવવાનું કારણ શું હતું.
ડો. હસનત ખાન અને પ્રિન્સેસ ડાયના વચ્ચેની આ વાતચીતનો સીન કટ
ઈન્ટરવ્યુમાં કરવામાં આવેલાસ સવાલોમાં હુમાયુ સઈદને પૂછવામાં આવ્યું કે શું ‘ધ ક્રાઉન’માં તેના બધાજ સીન બતાવવામાં આવ્યા છે? તેના પર તેમને જવાબ આપતા કહ્યું હતું કે, એક મહત્વપૂર્ણ સીન કાપવામાં આવ્યો હતો. આ દ્રશ્યમાં પ્રિન્સેસ ડાયનાએ હાર્ટ સર્જન ડૉ. હસનત ખાનને કહ્યું હતું કે તે ઇસ્લામ કબૂલ કરવા માંગે છે .ડો. હસનત ખાન અને પ્રિન્સેસ ડાયના વચ્ચેની આ વાતચીત શ્રેણીમાં બતાવવામાં આવી નથી.
સીન શા માટે કટ કરવામાં આવ્યો હતો
આ સીન શા માટે કટ કરવામાં આવ્યો હતો તે વિશે પ્રકાશ પાડતા ‘ધ ક્રાઉન’માં હાર્ટ સર્જનની ભૂમિકા ભજવનાર હુમાયુ સઈદનું કહેવું છે કે આ સીન 9મા એપિસોડનો હતો. આ એપિસોડનો સમયગાળો પૂરો થઈ ગયો હતો. એટલા માટે આ સીન હટાવવામાં આવ્યો હતો. હુમાયુ સઈદનું કહેવું છે કે આ દ્રશ્ય તેના પ્રિય દ્રશ્યોમાંનું એક હતું કારણ કે પ્રિન્સેસ ડાયનાએ તેના પ્રેમ માટે ઈસ્લામ ધર્મ સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, કમનસીબે અભિનેતાના મનપસંદ દ્રશ્યને લોકપ્રિય OTT શ્રેણીમાં સ્થાન મળી શક્યું નથી.