SURAT

સોશિયલ મીડિયા પર વેબસિરીઝ અને વાણી વિલાસને પદ્યભૂષણ જૈન આચાર્યએ બંધ કરવા માંગ કરી

સુરત: સુરત પદ્મભૂષણ જૈન આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના નામ પર શરમજનક વેબ સિરીઝ અને વાણી વિલાસ ચાલી રહ્યો છે. એને બંધ કરવા પર વિચાર વ્યક્ત કર્યો હતો. જો આવું નહિં થાય તો આવનારા સમયમાં કોર્ટમાં પિટિશન દાખલ કરી ન્યાય માટે બહાર આવીશું એમ જણાવ્યું હતું. સમાજમાં સકારાત્મક વિચારધારા લોકો સુધી પહોંચાડવા આવી શરમજનક વેબ સિરીઝ બંધ થવી જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ભારત દેશમાં ઓનલાઇન પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના નામ પર શરમજનક વેબ સિરીઝ અને વાણી વિલાસ ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રકારના વેબ સિરીઝ ઉપર રોક લાગવી જોઈએ. વિવિધ સમાજના સાધુ સંતો વિવિધ કોમ્યુનિટીના લોકો દ્વારા પદ્મભૂષણથી સન્માનિત થયેલા જૈન આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.

ત્યારે આચાર્યશ્રી દ્વારા આવનારા સમયમાં કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. જેથી આવા અભદ્ર અને શરમજનક વેબ સીરીઝ બંધ થાય અને સમાજને સકારાત્મક વિચાર લોકો વચ્ચે જાય. સાથે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ અભિનેતા અભિષેક બચ્ચનને મળ્યા હતા ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે અભિનેતા અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, આવા વેબ સિરીઝ હું મારી પુત્રી આરાધ્યા સાથે જોઈ ન શકું એવા પ્રકારની વેબ સિરીઝ હાલ સોશિયલ મીડિયાના નામ પર ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવી રહી છે.

પદ્મભૂષણથી સન્માનિત થયેલા જૈન આચાર્ય વિજય રત્નસુંદર સુરીસ્વર મહારાજએ 435 પુસ્તકો લખ્યા છે. જેમાં ‘લખી રાખો આરસની તકતી પર’ અને ‘ઝેર જ્યારે નીતરી જાય છે’ આ બે પુસ્તકો નવ ભાષામાં લખાયા છે અને દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત થયા છે. તેમણે સેકસ એજ્યુકેશનને લઈને દિલ્હીની પાર્લામેન્ટમાં પ્રવચન કરીને સેકસ એજ્યુકેશનને બંધ કરાવવામાં મોટી સફળતા મેળવી હતી.

Most Popular

To Top