Vadodara

દુષ્કર્મની ઘટનાનું ક્રાઈમ બ્રાંચે રિકન્સ્ટ્રકશન કર્યું

વડોદરા: હરિયાણા રોકતકની યુવતી પર લાંબા અરસાથી પાશ્વી બળાત્કાર ગુજારનાર વાસનાભૂખ્યા હેમંત રાજુ ત્રંબકલાલ ભટ્ટને લઈને ક્રાઈમ બ્રાંચે દિવાળીપુરા તથા આજવા રોડ ખાતે રિકન્સ્ટ્રકશન કરાવતાં મીડિયા  અને લોકટોળાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આજે સવારથી જ ક્રાઈમ બ્રાંચ કચેરીમાં પોલીસની દોડધામનો વ્યાપક ધમધમાટ જોવા મળ્યો હતો. કડક પોલીસ જાપ્તા વચ્ચે માલેતુજાર રાજુ ભટ્ટ ઢીલોને નત મસ્તકે બેઠો હતો. બે વાહનોમાં પોલીસ કાફલો નીકળ્યો હતો.

અને દીવાળીપુરા સ્થિત નિસર્ગ કોમ્પલેક્સના ફ્લેટ નં.903માં આરોપીને લવાયો હતો. મીડિયાને પ્રવેશબંધી કરીને પોલીસે બંધ બારણે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. ચકચારી ઘટના નીહાળવા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આરોપીએ જે રૂમમાં જે રીતે પીડિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેની તમામ ઝીણવટભરી વિગત અંગે પોલીસે સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

તદઉપરાંત મદદગાર કાનજી મોકરીયાની હોટલ હારમોનીમાં પણ પોલીસે આરોપીની ઘનિષ્ઠ પૂછતાછ કરી હતી. પોતાના કાળા કરતૂતો પર ભારોભાર પસ્તાવો કરતો માલેતુજાર રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ પોપટની જેમ પોતાના કારનામાની બિન્દાસ્ત કબુલાત કરતો હતો. નરાધમે પોતાની પુત્રી સમાન 24 વર્ષની યુવતી સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. તદઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને પણ પોતાની શારિરીક ભૂખ સંતોષી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે 677ની કલમનો ઉમેરો કર્યો હતો.

ક્રાઈમ બ્રાંચની કડકાઈભરી તપાસમાં વટાણા વેરી દેતા રાજુ ભટ્ટે આજવા રોડ સ્થિત ડવડેક એપાર્ટમેન્ટમાં પણ પોતાની કામલીલી આચરી હતી. ત્યાં પણ પીડિતા સાથે પોતે શારિરીક સંબંધબાંધીને સુખ માણ્યું હોવાની કબુલાત કરી હતી. દુષ્કર્મ આચરનાર રાજુ ભટ્ટના રિમાન્ડના પ્રથમ દિવસથી જ રાજુ ભટ્ટના રિમાન્ડના પ્રથમ દિવસથી જ વહેલી તકે શક્ય હોય તેટલી ઊંડી તપાસ આટોપી લેવા કચેરી અને પોલીસ ટીમનાં સ્ટાફમાં ધમધમાટ જોવા મળ્યો હતો.

જોકે, સૂત્રધાર મનાતો 70 વર્ષીય અશોક જૈન 10 દિવસ બાદ પણ પોલીસ પક્કડથી દૂર રહ્યો છે. તદઉપરાંત કામુક રંગરેલીયા મનાવવા માટે ખ્યાતનામ બની ચૂકેલા નિસર્ગ ફ્લેટમાં લગાવાયેલા સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ હજુ પોલીસ શોધી શકી નથી. પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ, બૂટલેગર અલ્પુ સિંધી તેનો સાગરીત સહિતના અનેક મોટા અને કુખ્યાત માથાઓ વચ્ચે ખરેખર કાર્ડ કોની પાસે છે તે અવઢવમાં પોલીસ હજુ હવામાં બાચકા ભરે છે.

પીડિતા જે આરોપીઓના હાથમાં આવી તેણે સામ-દામ-દંડ ભેદની નીતિ અપનાવાય તે નીતિ અપનાવીને દુષ્કર્મ આચર્યા છે. સમગ્ર મામલો ગોત્રી પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાંચમાં આવ્યો હવે તેમાં પણ સીટની રાતોરાત રચના થતાં ખરેખર તપાસમાં શું રંધાઈ રહ્યું છે તે બાબતે તો શહેરભરમાં અગણિત સવાલો ઉઠતાં જ જાય છે. એક સમયનો પ્રતિષ્ઠિત મનાતો રાજુ ભટ્ટ ગણતરીના દિવસોમાં પોલીસના સકંજામાં આવી જાય છે. જ્યારે પોલીસ ખાતામાં જ ભરપુર લાગ-વગ ધરાવતો હિસ્ટ્રીશીટર અલ્પેશ ઉર્ફે અલ્પુ વાધવાણીની (સીંધી) તો લેશમાત્ર ભાળ પોલીસને મળતી નથી કે, છેલ્લે તેને સકંજામાં લેવાશે તેવું ચર્ચાઈ રહ્યાનું સાંભળવા મળ્યું હતું.

હારમની હોટલનો માલિક કાનજી મોકરિયા જેલ હવાલે

બળાત્કારી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટને વડોદરામાંથી ભગાડવામાં મદદ કરનાર કાનજી અરજણ મોકરીયાના (રહે.9 અલકાપુરી સોસાયટી, વડોદરા) આજે બે દિવસના રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે આરોપીની ઝીણવટભરી ઊંડી તપાસ હાથ ધરીને મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા હતા. રિમાન્ડ મુદ્દત પુરી થતાં ક્રાઈમ બ્રાંચે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. ન્યાયધીશે આરોપી કાનજી મોકરીયાને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સાથે ગાઢ ઘરોબો ધરાવતા કાનજી મોકરીયાએ ભગાડવામાં ભરપૂર મદદ કરી હતી.

પોતે જ કાર લઈને રાજુ ભટ્ટને શહેર બહાર કાઢ્યા બાદ રોકડા 75 હજારની પણ દદ કરી હતી. અને શહેરના નામચીન હસ્તીઓનો સંપર્ક કરીને યેનકેન પ્રકારે રાજુ ભટ્ટને ગુનામાંથી બહાર કાઢવા અનેક સંપર્કો કર્યા હતા. તદઉપરાંત પીડિતાને ગત વર્ષે લોકડાઉન દરમિયાન પોતાની હોટલમાં આશરો આપ્યો હતો અને ત્રણ લાખ રોકડ પણ આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. કાનજી મોકરીયાની સમગ્ર ગુના અંતર્ગત ભેદી ભૂમિકા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

Most Popular

To Top