વડોદરા: નવસારીની યુવતીના આપઘાત અને ગેંગરેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની તપાસ શરૂ થતાં જ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના મેન્ટર વૈષ્ણવી અને ટિંકલ ગાયકવાડની ચાર કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી તેમજ ક્રોસ ઇન્ટ્રોગેશન કરી ગેંગરેપના બનાવ અંગે ઝીણવટભરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યભરમાં ચકચાર મચાવી રહેલા વેક્સિન દુષ્કર્મ અને આપઘાત કેસમાં પોલીસ હજુ સુધી નરાધમો સુધી પોહચી નથી જોકે સામૂહિક દુષ્કર્મની જાણ હોવા છતાં ઓએસિસ સંસ્થાના સંચાલકોએ માહિતી છુપાવી હોવાનુ તપાસમાં બહાર આવતા સંસ્થાની તપાસ શરૂ કરવામાં આવી છે જે માટે સંસ્થાના ટ્રસ્ટી અને આગેવાનો તથા કર્મચારીઓને પુછતાછ માટે ત્રણેયને સમન્સ પાઠવવામાં આવ્યું હતુ.
જેને પગલે ગુરુવારે વૈષ્ણવી અને ડીન્કલની પુછતાછ કરવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચે બંનેની લગભગ ચાર કલાક સુધી કડક પૂછપરછ કરી હતી તેમજ પોલસે ક્રોસ ઇન્ટ્રોગેશન પણ કર્યું હતી સંસ્થામાં કામ કરતી યુવતિ સાથે બનેલી ઘટનાની જાણ મેન્ટર વૈષ્ણવીને હતી. જે બાબતે સંસ્થાને જાણ કરી વૈષ્ણવી એ સંસ્થાને કરી હોવાનું જણાવ્યું હતું બીજીબાજુ દુષ્કર્મની ઘટનાસમયે ડીન્કલ ગાયકવાડ જમ્મુ કાશમીરમાં હતી. ડીન્કલ અગાઉ યુવતી સાથે સંસ્થાની ટ્રેનિગમાં સાથે હતી, તથા ઓએસીસમાં ડીન્કલ અને મૃતક યુવતી એકસાથે જ કામ કરતા હોવાથી પુછતાછ કરવામાં આવી હતી.
આજે સંજીવ શાહ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થશે? વણ ઉકેલ્યા સવાલોના જવાબ મળશે?
ઓએસિસ સંસ્થાના કહેવાતા વડા સંજીવ શાહની શુક્રવારે પૂછપરછ કરવામાં આવનાર છે સજીવ શાહને તપાસમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યા છે ત્યારે સંજીવ શાહ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહે છે કે કેમ તેને લઈને પણ અનેક અટકળો સેવાઇ રહી છે જોકે સંજીવ શાહની પૂછપરછ બાદ કેસમાં રહેલા વણ ઉકેલ્યા સવાલોના જવાબો મળી શકે છે કારણકે ટ્રેનના કોચમાં ગળે ફાંસો ખાનાર યુવતિ સાથે દુષ્કર્મ થયાથી લઇને ટ્રેનમાં ફસાઇ જવા સુધીની જાણ સંજીવ શાહને હતી તો પછી કયા કારણોસર કોઈ પગલાં લેવાંa નહિ.સંજીવ શાહ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થશે એ પછી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.
મેન્ટર વૈષ્ણવીએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ ગોળગોળ જવાબ આપ્યાની ચર્ચા
ઓએસિસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ ચાર કલાક પૂછતાછમાં બનાવ અંગે જાણ થતાં જ સંસ્થાના સંચાલક સંજીવ શાહ અને પ્રિતી નાયરને ફોન કરી જાણ કરી હતી.સંસ્થાને જાણ કરી હોવાનું રટણ કરતી વૈષ્ણવી ક્રાઇમ બ્રાન્ચમાં અધિકારીને ગોળ ગોળ જવાબ આપતી હોવાનું પણ કહેવાય છે