વહેલી સવારનું અનિવાર્ય અંગ એટલે દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’ અને 161 વર્ષ પૂર્ણ કરીને 162 માં સ્થાપના વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે સૌ વાચકો માટે ગૌરવવંતી ઘટના છે. આ દૈનિકની શ્રી પ્રવિણકાંત રેશમવાળા તથા શ્રીમતી અવંતિકાબેન રેશમવાળાએ અનેક સંઘર્ષ ઉતાર-ચઢાવ પસાર કરીને માવજત કરી હતી. સ્વ. બટુકભાઇ દિક્ષિત, ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાંત પુરોહિત કુંજવિહારી મહેતા વિગેરે પાયાના પત્થર હતા જે આજે હયાત નથી. પરંતુ તેઓને આ તકે યાદ કરવા જોઇએ આજે અખબારીક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ છે.
છતાં ‘ગુજરાતમિત્ર’ એ જુની ઇમેજ, વિશ્વસનિયતા જાળવી રાખી છે. દેશ-વિદેશ, પ્રદેશના તટસ્થ સમાચારો તંત્રી લેખ, અગ્રલેખ, વિવિધ કોલમો ખુબ અભ્યાસપૂર્ણ હોય છે. સરકારી તંત્રના સનદી અધિકારીઓ પણ ગુજરાતમિત્રના અહેવાલને પ્રાથમિકતા આપે છે. ગમે તેવા ચમરબંધની પરવા કર્યા વિના સત્યના પડખે રહે છે. અને અસત્ય કૌભાંડોની પૂર્તતા કરીને પર્દાફાશ કરે છે. દોઢ સદી પાર કરીને 162 માં વર્ષમાં પ્રવેશવા બદલ ખુબ-ખુબ શુભેચ્છા-અભિનંદન પાઠવું છું. તંત્રી શ્રી ભરતભાઈ રેશમવાળા સમગ્ર સ્ટાફ પણ અભિનંદનના અધિકારી છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.