Charchapatra

દુનિયાના સૌથી ઊંચા ચિનાબ બ્રિજના નિર્માતા: માધવી લથા

જમ્મુ કાશ્મીરની ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો બ્રીજ બાંધી ડૉ. માધવી લથાએ એ સાબિત કરી દીધું છે કે મહિલા પણ ટેકનિકી નિર્માણ જેવા અઘરા ગણાતાં ક્ષેત્રોમાં સારું કામ કરી શકે છે. તેઓ દેશની કરોડો  મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની રહ્યાં છે. તેઓ ફકત એક એન્જિનિયર નથી પણ ઝનૂન અને સમર્પણની મિશાલ છે. તેઓ માને છે કે મજબૂત ઇચ્છાશક્તિ, સચોટ યોજના અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કોઇ પણ અશકય લાગતું કામ થઇ શકે છે. તેઓ વિજ્ઞાન અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં બહેનોને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. તેમણે આ રેલવે બ્રિજનું નિર્માણ કરતા- ભારત દેશે મેળવેલી ઐતિહાસિક સફળતાને કારણે વિશ્વભરમાં તેમની ચર્ચા-પ્રશંસા થઇ રહી છે.

એ ફિલ્મ ટાવર કરતાં ઉંચા પુલ પર ત્રિરંગો પણ લહેરાવવામાં આવ્યો.ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગલોરમાં તેઓ સફળ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યાં છે. આ પુલનિર્માણમાં ડો. માધવી લથાનું નામ મુખ્ય છે. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1971માં આંધ્રપ્રદેશના ગંટુર જિલ્લાના માચલા નામક ગામમાં ગરીબ પરિવાર થયો હતો. માતાપિતાએ નાનપણથી જ તેમને મહેનત, લગન અને નૈતિક મૂલ્યોના પાઠ શીખવ્યા હતા. એમણે અનેક એવોર્ડ અભ્યાસ દરમ્યાન મેળવ્યા છે. 55 વર્ષીય ડૉ. માધવી લથાને સફળતા માટે તેઓ માતાપિતાનું શ્રેય ગણાવે છે. તેઓ માને છે કે દરેક યુવતીમાં અનન્ય શક્તિ છે. તેમને અઢળક અભિનંદન.
તાડવાડી, રાંદેર રોડ – રમીલા પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top