Science & Technology

દેશના નવા ફાઈટર જેટ તેજસ Mk1Aએ ભરી પ્રથમ સફળ ઉડાન

નવી દિલ્હી: તેજસ Mk-1A ફાઈટર જેટની (Tejas Mk-1A fighter jet) પ્રથમ ઉડાન આજે 28 માર્ચ 2024ના રોજ બેંગલુરુમાં (Bangalore) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ ફ્લાઈટ લગભગ 18 મિનિટની હતી. થોડા સમય પહેલા આ એરક્રાફ્ટમાં (Aircraft) ડિજિટલ ફ્લાય બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) લગાવવામાં આવ્યું હતું.

DFCC નો ઉપયોગ ફાઇટર જેટમાંથી મેન્યુઅલ ફ્લાઇટ કંટ્રોલ દૂર કરવા અને તેને ઇલેક્ટ્રોનિક ઇન્ટરફેસ સાથે બદલવા માટે થાય છે. તેનો અર્થ એ છે કે કોમ્પ્યુટરના હાથમાં ઘણી બધી સેટીંગ્સ હોય છે. જે પ્લેનને સંતુલિત રાખે છે અને પાઇલટના કહેવા મુજબ નિયંત્રિત રહે છે.

આ સિસ્ટમના કારણે રડર, એલિવેટર, એલેરોન, ફ્લૅપ્સ અને એન્જિન ઇલેક્ટ્રોનિક રીતે નિયંત્રિત થાય છે. તેમજ વાયર દ્વારા ફ્લાય ઓવરઓલ ફાઇટર જેટને સ્વ સંતુલન આપે છે. તેમજ સ્થિર કરે છે. આ સાથે જ તે આ પ્લેનને વધુ સુરક્ષિત બનાવે છે.

તેજસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે
એરક્રાફ્ટના અપગ્રેડેડ વર્ઝન, તેજસ Mk-1Aમાં એડવાન્સ્ડ મિશન કોમ્પ્યુટર, હાઈ પરફોર્મન્સ ક્ષમતા વાળી ડિજિટલ ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC Mk-1A), સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD), એડવાન્સ ઈલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે (AESA) રડાર સાથે સેલ્ફ પ્રોટેક્શન જામર, ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ વગેરે જેવી સુવિધાઓ છે.

જો કે આ ફાઈટર જેટ તેજસ MK-1 જેવું જ છે, પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ બદલાઈ છે. જેમ કે તે અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ, ઉત્તમ AESA રડાર, સેલ્ફ-પ્રોટેક્શન જામર, રડાર વોર્નિંગ રીસીવરથી સજ્જ છે. આ સિવાય તેમાં ECM પોડ બહારથી પણ લગાવી શકાય છે.

સેનાને 2028 સુધીમાં 83 ફાઈટર જેટ મળશે
કેન્દ્ર સરકારે 2021માં 83 અદ્યતન તેજસ માર્ક-1એ જેટ માટે રૂ. 46,898 કરોડના વિશાળ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેની ડિલિવરી માર્ચ 2024 અને ફેબ્રુઆરી 2028 વચ્ચે સુનિશ્ચિત થયેલ છે. ભારતીય વાયુસેના પાસે પહેલેથી જ બે તેજસ સ્ક્વોડ્રન છે, ‘ફ્લાઈંગ ડેગર્સ’ અને ‘ફ્લાઈંગ બુલેટ’, જેમાંથી એક હવે દક્ષિણ-પશ્ચિમ સેક્ટરમાં તૈનાત છે.

રાજનાથ સિંહે આ વાત કહી
બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે ભારતની સરહદો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને દેશના લોકોને સશસ્ત્ર દળો પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અગ્નિવીર યોજનાની ટીકા અંગેના પ્રશ્ન પર, મંત્રીએ કહ્યું કે આવા પ્રશ્નોનું “કોઈ વાજબીપણું નથી.” તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ માને છે કે સશસ્ત્ર દળોમાં યુવા સ્વભાવ હોવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ તેમની લગભગ 50 વર્ષની રાજકીય સફરની વાતો પણ શેર કરી હતી.

Most Popular

To Top