ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો ત્યારે એક ડોલરના 3.30 રૂપિયા હતા અને સમય જતાં આજે રૂપિયો નિરંતર નબળો પડતો ગયો. 2024માં 1 ડોલર સામે રૂપિયો 85-08 છે. જેના મુખ્ય જવાબદર કારણો આ છે. 1. દેશની આયાત અને નિકાસ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. આયાત કરતાં નિકાસ ઘણી ઓછી છે. 2. અમેરિકામાં અત્યારે ઊંચા વ્યાજ દરો છે. તેથી રોકાણકારો સ્વાભાવિક રીતે અમેરિકામાં વધુ રોકાણ કરી રહ્યા છે જેને પરિણામે ડોલર મજબૂત બન્યો છે. એની વિપરીત અસર હેઠળ રૂપિયો નબળો થઇ રહ્યો છે.
3. જે દેશ અન્ય દેશોમાંથી આયાત પર નિર્ભર હોય છે તેની કરન્સી નબળી હોય છે. ભારત અનાજ દૂધ વગેરે ચીજો બાદ કરતાં બાકીની ચીજો માટે વિદેશો પર વધુ નિર્ભર થતું જાય છે. 4. રાજકીય સ્થિરતાનો અભાવ એ પણ રૂપિયો નબળો પડવાનું એક કારણ છે. મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી. મોદી સરકાર આવી એ 10 વર્ષ પહેલાં 2013માં 1 ડોલરનો ભાવ 54. 78 રૂપિયા હતો જે આજે 10 વર્ષના શાસનકાળમાં રૂપિયો 57 ટકા તૂટયો છે. હવે દેશનું અર્થતંત્ર મજબૂત થયું હોય એવું કહેવું એ લોકોને મુરખ બનાવવાની તર્ક વગરની વાતો છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.