SURAT : સુરતમાં તમામ સમાજને કોરોના ભરખી રહ્યો છે. એપ્રિલ માસમાં અન્ય સમાજની સાથે પારસી ( PARSI ) સમાજમાં પણ 15ના મૃત્યુ થયાં હતાં. જ્યારે ખ્રિસ્તી સમાજમાં 2 વ્યક્તિઓના મોત થયાં હતાં. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 60થી 80 વર્ષની વયના હતાં. 20 ટકા મૃત્યુ પામેલા લોકોની વય 40થી 60 વર્ષની વયની હતી. પારસી સમાજમાં સિનિયર સીટીઝન એકલવાયું જીવન જીવતા હોવાથી સમાજ દ્વારા તેમની ખાસ કેર રાખવામાં આવી રહી છે.
માત્ર પારસી કે ખ્રિસ્તી જ નહિ પણ હિન્દૂ ( HINDU ) અને મુસ્લિમ ( MUSLIM ) ધર્મના લોકોમાં મોતનીઓ આંકડો હવે ખુબ મોટો નોંધાયો છે. માત્ર સુરતની જ વાત કરીએ તો સુરતના તમામ સ્મશાન ભૂમિમાં અને કબ્રસ્તાનોમાં દાહસંસ્કાર અને દફન વિધિ માટે લાંબી લાઈનો લાગી છે. ગુજરાતમાં કોરોના(Corona)ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના મોતના આંકડા સતત વધી રહ્યા છે. સુરત શહેરના સ્મશાનો (Surat Smashan)0માં અંતિમસંકાર માટે લાઇનો લાગી છે. સ્મશાનોમાં ખૂબ જ વેઇટિંગ શરૂ થતાં તંત્ર દ્વારા બે નવા સ્મશાન કાર્યરત કરવા પડ્યા છે. તેના પર્થ વિચારી શકાય છે કે હાલત કેટલી વણસી ગઈ છે.
મળતી માહિતી મુજબ 1 થી 13 એપ્રિલ સુધી શહેરના જુદા જુદા કબ્રસ્તાનોમાં કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે રોજ સરેરાશ 22 થી 24 લોકોને દફન કરવામાં આવ્યા છે. સરેરાશ 220 થી 240 જેટલા લોકોને મોરાભાગળ સહિત શહેરના જુદા જુદા કબ્રસ્તાનોમાં દફન કરવામાં આવ્યા છે. અને મૃત્યુઆંક કોરોનાને કારણે સતત વધી રહ્યો છે. પાલિકાએ જે ગાઇડલાઇન આપી છે તે મુજબ દફનવિધિ કરવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના જે વ્યકિતના કોરોનાથી મોત થાય છે તેને ચુનારવાડ મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત મોરાભાગળના મજાર નંબર 8 માં કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે અહીં દફનવિધિની કામગીરી એક્તા ટ્રસ્ટને સોંપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં મંગળવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 મોત નોંધાયા હતા. મંગળવારે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 1441 કેસ સામે આવ્યા હતા. જે પૈકી જિલ્લામાંથી 177 કેસ નોંધાયા હતા. નવા કેસનો ઉમેરો થતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77,857 પર પહોંચી ગઈ છે.મંગળવારે શહેરમાં 617 અને જિલ્લામાં 171 લોકો મળી કુલ 788 લોકોને સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69539 લોકો સાજા થઇ રજા લઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 6991 એક્ટિવ કેસ છે. સરકારી હોસ્પિટલમાં 1320 દર્દીઓ ગંભીર હાલતમાં છે.