દોણી એટલે માટલી, માટીનું વાસણ એ વાસણ ટુટી જાય તો એનો કોઇ ઉપયોગ થાય નહી. એને ફેકવું જ પડે એટલે એ માટલી ક્ષણભંગુરતાનું પ્રતીક છે. જયાં સુધી એ માટીનું વાસણ અખંડ છે, અભેદ્દ છે તેને ઉપયોગ થાય તે ઉપયોગી બને, ફૂટી જાય એટલે એનો કોઇ ઉપયોગ થાય નહી. એ માટીમાં ભળી જાય છે. મનુષ્ય જીવન પણ એક ઘટ છે, શરીર માટીનું વાસણ છે. એનો જેટલો સારો ઉપયોગ કરાય એ મહત્તમ ઉપયોગી બને તો એની કિંમત છે. એની શાન છે. એનું માન છે. માટલીનું શિતલ પાણી તરસ છીપાવે છે. માટલીમાં બનતી ખાવાની વાનગીઓ ખાઈને ભૂખ ઠરી જાય છે. શરીર સશકત બને છે, માણસને જીવવાનો આનંદ આવે છે.
આદિમાનવ તો જંગલમાંની વનસ્પતિ, કંદમુળ, ફળ ખાઈને જ જીવતો હતો. પણ ભગવાન વિશ્વકર્માની દેનથી માનવીઓેએ પાણીના ઉપયોગથી બાફેલા કંદ, મુળો ફળો ખાવાની શરૂઆત કરી, ત્યારે એ માટલી જ વધારે ઉપયોગી બની. એને સાચવવાનું માણસ માટે મહત્વનું કાર્ય બન્યું. માટીના વાસણમાં જેમ અનેક જાતના ખાટા, મીઠા, તીખા વ્યંજનો બનાવી શકીએ તેમ મનુષ્ય પણ પોતાના શરીર અને અવયવોનો ઉપયોગ કરીને પોતાના અલગ અલગ વિવિધ કર્મોથી એકબીજાને ઉપયોગી બની શકે છે. પરસ્પરોના સહકારથી એકબીજાને મદદરૂપ બની એની સુત્ર માણસને મળી. બીજા જીવો માટે જીવવામાં પણ આનંદ છે એવું માણસોને સમજમાં આવ્યું.
મનુષ્યમાં દાંમ્પત્ય જીવનની પદ્ધતિસરની લગ્ન વિધિ આવી, લગ્નમાં અગ્નિ સાક્ષી હોય એટલે તે સમયનો પ્રજવલિત અગ્નિ માટીના માટલામાં સુરક્ષીત રાખતા હતા. ઘરમાં ઘરમાં એ અગ્નિનને સાચવી રાખતા હતા અને જયારે કોઇનું મરણ થાય તો એજ ગુહ્યાપ્રિને નાની માટલીમાં લઇ જઇને તેના વડે ચિતા સળગાવતા હતા. જે માટલીમાં ઘરમાં સાચવેલો અગ્નિ સ્મશાન સુધી લઈ જવાનું હોય તે જ માટલીનું નામ દોણી છે. ચિતા સળગ્યા પછી દોણીને સ્મશાનમાં જ ફેંકી દેવાનો રીવાજ બન્યો. એટલે દોણીથી જીવનનો સુખદ અન્ત આવે છે.
શરીરની અવહલના થતી નથી. પ્રાણહીન શરીરને સદ્દગતિ મળે છે. દોણીમાંનો અગ્નિરૂપી પ્રાણ સત્કર્મ કરીને નીકળી જાય છે અને દોણી સ્મશાનમાં પડી રહે છે. દોણી જીવવાની યર્થાતત્વ સમજાવે છે. શરીરમાં જે ચેતનારૂપ પ્રાણાગ્રિ છે તેનાથી સત્કર્મનોનો અગ્નિ પ્રજ્વલિત કરી શકાય છે. જયાં સુધી તમારામાં પ્રાણ છે તો તમે અન્યોને જીવાડી શકો છે. આ દુનિયામાં તમે આવ્યા છો તે ફકત સત્ય અને સાચા કર્મો કરવા માટે જ. યોગી ન બનો પણ ઉપયોગી બનો. શરીર ઘટમાંથી પ્રાણાગ્નિ એમજ નિકળી જાય તો દોણીની જેમ ફેંકાઇ જવાના છો. દોણી માનવ દેહની નાશ્વરતા સમજાવે છે પણ એ નશ્વરદેહમાં અમર આત્મા છે તેના થકી માનવ જાનીને ઉપયોગી બને એ પણ દોણી સમજાવે છે.
દોણી અગ્નિસાથે સ્મશાનમાં આવે છે અને દોણીના અગ્નિથી એના પર અગ્નિસંસ્કાર થાય છે. માણસ મરણથી ગભરાય છે. મરણ કયારે આવે એ કોઇને જ ખબર નથી. દેહ માટીમાંથી આવ્યો છે અને માટીમાં ભળી જવાનો છે. ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે જ જવાનો છે. દેહની નશ્વરતા તે નાની માટીની કુલડી સાથે છે. મેદાભિમાનથી દૂર રહેવા કહે છે. હું અને મારું છે એમ ન કહો એમ કહે છે. ભલભલા જ્ઞાની વિજ્ઞાની ધુરંધરો, નીરો માટીમાં રગદોળાઈ ગયા છે તેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. જગ જીતનારો સિંકદર આજ્ઞા કરતો ગયો હતો. અંતિમ સમયે મારા હાથ ખુલ્લા રાખો, કોઇ પણ વસ્ત્રો ન મુકો. ત્રિખંડ પર કાબુ રાખનારો રાવણ, વિશ્વને ધ્રુજાવનારો ચંગેઝખાન ધર્માંધ મહંમદ ગઝની બધા જ તાકતવર નિશ્ચલ, નિસ્તેજ અચેતન બની માટીમાં જ લય પામ્યા છે.
જન્મ એટલે શિવનું જીવને મળવા આવવું છે અને મરણ એટલે જીવનું શિવને મળવા જવું છે. એટલું ભગવાન શિવજી સ્મશાનસ્થાનમાં નિવાસ કરે છે. એટલે ભગવાન શિવજી સ્મશાન સ્થાનમાં નિવાસ કરે છે. એટલે મરણ એ શિવજી સાથેની ભેટ છે. મંગલકારી ઘટના છે. એટલે મરણ એ શિવજી સાથેની ભેટ છે. મંગલકારી ઘટના છે. એટલે પ્રાણ ત્યાગ પહેલા પોતાના સરીરના માધ્યમથી સદ્દવિચારોના લક્ષણથી, સારા કર્મોને ઉજાગર કરીને જીવો તે ધર્મ માટે, દેવા માટે અને સમગ્ર માનવ જાતી માટે શ્રેષ્ઠ છે. દેહ-દોણી માટીનું વાસણ છે. સંત લલકારે છે. સર્ત્ક્યોકા શૃંગારકર, સભી છોડકર જાના હૈ.
મૌકા લે અચ્છાઇ કા, ફિર મિટ્ટીમેં મિલ જાના હૈ