National

UPમાં ‘નેમ પ્લેટ’નો વિવાદ: હવે કાશી વિશ્વનાથ મંદિરની બહાર પણ લાગુ થશે નિયમ

22મી જુલાઈથી સાવન મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનો ભગવાન ભોલેનાથની પૂજાનો મહિનો છે. ભગવાન શિવની પૂજા કરવા માટે ભક્તો કાવડ સાથે જાય છે. યુપી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પણ ખાસ કાળજી લઈ રહી છે કે કાવડીયાઓને રસ્તામાં કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા ભગવાન શ્રી કાશી વિશ્વનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચશે. આ દરમિયાન યુપી સરકારના મંત્રી રવિન્દ્ર જયસ્વાલે યોગી સરકાર પાસે મોટી માંગ કરી છે.

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રવિન્દ્ર જયસ્વાલે યોગી સરકાર પાસે માંગ કરી છે કે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની આસપાસની દુકાનો પર નામ લખવામાં આવે. મંત્રી રવિન્દ્ર જયસ્વાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં હોટલ, ઢાબા અને ફળોની દુકાનોના નામ બદલવાને લઈને રાજકારણ ગરમાયું છે. મંત્રી રવિન્દ્ર જયસ્વાલે કહ્યું કે મંદિરની બહાર લઘુમતીઓની દુકાનો હોવાની માહિતી મળી છે.

મંત્રી રવિન્દ્ર જયસ્વાલે કહ્યું કે ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે દુકાનદારોએ તેમની દુકાનો પર તેમના નામ સ્પષ્ટ રીતે લખેલા હોવા જરૂરી છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યો છે કે વિપક્ષ એક ખાસ વર્ગના લોકોને ખુશ કરવા માટે આવા નિવેદનો આપી રહ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષ લોકોના ચોક્કસ વર્ગના મતો માટે વાતાવરણ બગાડી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની બહારની દુકાનો પર પણ નેમ પ્લેટ લગાવવામાં આવે. જો કે મંત્રી રણવીર જયસ્વાલની આ માંગ પર સરકાર શું આદેશ આપે છે તે તો સમય જ કહેશે, પરંતુ તેમના નિવેદનથી યૂપીની રાજનીતિને ચોક્કસ હવા મળી ગઈ છે.

Most Popular

To Top