Charchapatra

દેશનું બંધારણ જ સર્વોપરી

વકફ બીલનો કેસ હાલમાં સુપ્રિમકોર્ટમાં પેન્ડીંગ છે ત્યારે રાષ્ટ્રપતિ કે સુપ્રિમ સર્વોપરી કોણ? આ ચર્ચાએ જોર પકડ્યું છે એ સંદર્ભે હાલ દેશના સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત, એના મુખ્ય ન્યાયાધીશ અને ચૂંટણી પંચના ભુતપૂર્વ વડા પર નિશાન સાધી અનિચ્છનીય ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે આ બધા ઉચ્ચારણો દેશના બંધારણની રખેવાળી કરવાની જેની જવાબદારી છે એવા ન્યાયાધીશો અને ચોક્કસ જ્ઞાતિની વ્યક્તિઓ પર છુપો હેતુ સાધવા માટે શાબ્દીક હુમલો થઇ રહ્યો હોય એવું લાગે છે.

ન્યાયાધીશો શું જજમેન્ટ આપે છે એ તો સમય જ કહેશે. આ વિવાદ ઉભો થયો પછી થોડી જાણકારી મેળવી, કે બંધારણના આર્ટીકલો મુજબ (૧) મૂળભૂત અધિકારો સૌથી ઉપરવટ છે, એની અવગણના કરતો કોઇપણ કાયદો રદબાતલ ગણાય (૨) બંધારણ દરેક વ્યક્તિને ધાર્મિક વહેવારો અને જંગમ મિલકત મેનેજ કરવાની આઝાદી બક્ષે છે (૩) કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓને એમના બંધારણીય હક્કની અવગણના થતી લાગે તો એ લાગુ કરાવવા સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકે છે (૪) કાયદો ઘડવાના હક્કો સંસદને છે પરંતુ  કોઇપણ કાયદાની યોગ્યતાને કોર્ટમાં પડકારવામાં આવે છે ત્યારે સદર કાયદો બંધારણમાં દર્શાવેલ નિયમનોને આધીન છે કે નહીં એ દેશની અદાલત જ નક્કી કરે. દેશના બંધારણની રખેવાળી કરવાની જવાબદારી સુપ્રિમકોર્ટની છે. બંધારણ અને એના રખેવાળ એવા જજોની અવગણના કે એમનું અપમાન દેશના લાંબાગાળાના હિતમાં નથી.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top