એક માણસ એવો છે જેણે એક યુવતીને કહ્યું હતું કે હું તારા ઉપર બળાત્કાર કરું એટલી લાયકાત તું ધરાવતી નથી. એ માણસે એવું કહ્યું હતું કે મેં ઉપરાઉપરી પાંચ દીકરા પેદા કર્યા, પણ છઠ્ઠી વખતે હું થોડો નિર્બળ હતો એટલે દીકરી પેદા થઈ. એ માણસે કહ્યું હતું કે મારો દીકરો સમલિંગી બને તો એ એ ક્ષણે જ મારો પ્રેમ અને બીજું બધું જ ગુમાવે. એ માણસનું નામ છે જાઈર બોલ્સનારો જે બ્રાઝીલનો પ્રમુખ હતો. આ યુગ અસંસ્કારી, અબુધ, જુનવાણી અને જુલ્મી નેતાઓનો છે. આવો પણ યુગ આવશે એની કલ્પના કોઈએ નહોતી કરી.
ગયા અઠવાડિયે બ્રાઝીલમાં ચૂંટણી યોજાઈ જેમાં જાઈર બોલ્સનારોનો પરાજય થયો, પણ તેનો પરાજય રાહત આપનારો નથી. વિજેતા ડાબેરી ઉમેદવાર લુલા ડીસિલ્વાને ૫૧ ટકા મત મળ્યા હતા અને બોલ્સનારોને ૪૯ ટકા મત મળ્યા હતા. જે પરાજય થયો છે એ જરાકમાં થયો છે જેવું અમેરિકામાં બન્યું હતું. લોકતંત્રનો દુશ્મન અને યેનકેન પ્રકારેણ વિરોધ પક્ષોની રાજકીય જગ્યા આંચકી જવાની પેરવી કરનારો જાઈર બોલ્સનારોને ગમે તે રીતે કાઢવો રહ્યો. એ માટે વિરોધ પક્ષો સાથે આવ્યા હતા. ચૂંટણીકીય વ્યૂહરચના એવી કરી હતી જેને કારણે જાઈર બોલ્સનારોનો પરાજય થયો હતો. એમ છતાંય ૪૯ ટકા મતદાતાઓ તેની સાથે છે એ ઓછી ચિંતાનો વિષય નથી.
આવું જ ઇઝરાયેલમાં બન્યું. ઇઝરાયેલમાં બેન્જામિન નેતાન્યાહુ નામનો માણસ તાનાશાહ છે. ઈમાનધરમ માનમર્યાદા માણસાઈ વગેરે સાથે તેને કોઈ લેવાદેવા નથી. તે જાઈર બોલ્સનારોની માફક જુનવાણી નથી, જુલ્મી છે. ત્યાં પણ વિરોધ પક્ષોએ રણનીતિ રચીને તેને કાઢ્યો હતો, પરંતુ વિરોધ પક્ષો સરકાર ચલાવી શક્યા નહોતા અને પાછી ચૂંટણી યોજવી પડી હતી. ઇઝરાયેલમાં પહેલી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને નેતાન્યાહુનું પુનરાગમન થયું છે. નેસેટ નામે ઓળખાતી ત્યાંની લોકસભાની ચૂંટણી માટે નેતાન્યાહુના લીકુડ પક્ષના નેતૃત્વ હેઠળના મોરચાને બહુમતી મળી છે. વિવિધ રાજકીય પક્ષોને કુલ મળેલા મતોને બેઠકમાં ફેરવવામાં આવે (ઇઝરાયેલની એવી ચૂંટણીપધ્ધતિ છે) તો નેતાન્યાહુના મોરચાને ૧૨૦ સભ્યોની લોકસભામાં ૬૫ બેઠકો મળી છે. સાદી બહુમતી કરતાં ચાર બેઠકો વધુ.
બેન્જામિન નેતાન્યાહુનું પુનરાગમન અમંગળ છે એનાથી વધુ અમંગળ એક બીજા માણસની વધતી લોકપ્રિયતા છે. એ માણસનું નામ છે ઇતમાર બેન-ગ્વીર. ૪૬ વરસનો એ માણસ જમણેરીઓમાં પણ જમણેરી છે. એ યહૂદી ત્રાસવાદનો સમર્થક છે અને ૧૯૯૪માં ૨૯ મુસલમાનોની કત્લેઆમ કરનારા બરુક ગોલ્ડસ્ટેન નામના ત્રાસવાદીને ઇઝરાયેલનો અને યહૂદી પ્રજાના હીરો તરીકે ઓળખાવે છે.
હજુ હમણાં સુધી તે તેના બેઠક ખંડમાં ગોલ્ડસ્ટેનની મોટા કદની તસવીર રાખતો હતો. તે આરબોને ઇઝરાયેલની બહાર ફગાવી દેવાની હિમાયત કરે છે. આ માણસના પક્ષને મળેલા મતોને બેઠકોમાં ફેરવવામાં આવે તો તેને નેસેટમાં ૧૫ બેઠકો મળી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે યુવાનોનું તેને મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે.
અમેરિકામાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયા પછી પણ પરાજય નથી થયો. હવે પછીની ચૂંટણીમાં ઇઝરાયેલના નેતાન્યાહુની જેમ ટ્રમ્પનું પુનરાગમન થાય તો નવાઈ નહીં. જાઈર બોલ્સનારોનું પણ પુનરાગમન થઈ શકે છે. અમેરિકામાં અત્યારે રિપબ્લિકન પાર્ટી ભીંસમાં છે. ખ્રિસ્તી-શ્વેત પ્રજાની સર્વોપરિતાના રાજકારણના વધતા દબાણને શરણે જવું કે તેને ખાળવું? જો ખ્રિસ્તી-શ્વેત સર્વોપરિતાના રાજકારણને અપનાવવામાં આવે તો અમેરિકામાં લોકતંત્ર ન બચે અને એ સિવાય ફેડરલ અમેરિકા સામે પણ અસ્તિત્વનું સંકટ પેદા થાય. અમેરિકા જગતના કોઈ પણ દેશ કરતાં વધારે ફેડરલ છે. ત્યાનાં રાજ્યો ઘણી વધુ સ્વાયત્તતા ધરાવે છે અને તે અમેરિકાથી અલગ થવા સુધી દોરી જઈ શકે છે. ખ્રિસ્તી-શ્વેત સર્વોપરિતામાં માનનારાં અમેરિકનો મોટી સંખ્યામાં છે અને તેઓ જગતની નજરે બેવકૂફ ગણાતા ટ્રમ્પને પોતાનો હીરો માને છે.
ટૂંકમાં આજે સ્થિતિ એવી છે કે જગતના લોકશાહી દેશોમાં પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે. પરંપરાગત સ્થાનિક રાજકીય મુદ્દાઓ, આર્થિક વિકાસ, પર્યાવરણ વગેરે પડદા પાછળ ધકેલાઈ ગયા છે અને આપણી કલ્પનાના દેશને કેમ બચાવવો અથવા આપણી કલ્પનાના દેશને કેમ સ્થાપવો એ મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે. એક તરફ ઉદારમતવાદીઓ છે જે કાયદાના રાજને અને બંધારણમાં આકાર આપવામાં આવેલા તેમને ઇષ્ટ લાગતા દેશને બચાવવા માટે પ્રયત્નશીલ છે.
બીજી બાજુ બહુમતી પ્રજાની સર્વોપરિતામાં માનનારી પ્રજા છે જેને પોતાની સર્વોપરિતા સ્થાપવી છે અને એ માટે કાયદાના રાજને, બંધારણને અને બંધારણમાં આકાર પામેલા રાજ્યને તિલાંજલિ આપવા તૈયાર છે. આ માત્ર ધ્રુવીકરણ નથી, આમાં આંતરવિગ્રહની પણ સંભાવના છે. આવું ભારતમાં પણ બની રહ્યું છે. ભારતમાં આગળ જતાં અરવિંદ કેજરીવાલ ભારત માટે ઇતમાર બેન-ગ્વીર સાબિત થાય તો આશ્ચર્ય નહીં પામતા. આ એક આયોજન છે, માત્ર સત્તાનું સંસદીય રાજકારણ નથી. જે લોકો જગતના રાજકીય પ્રવાહોને સત્તાના રાજકારણના પ્રીઝમમાં જોઈ રહ્યા છે એ લોકો ભૂલ કરી રહ્યા છે અને માટે જાઈર બોલ્સનારો કે બેન્જામિન નેતાન્યાહુ જેવાઓને રાજકીય મોરચા રચીને સત્તાથી દૂર રાખવા મુશ્કેલ બનશે.
બહુમતી પ્રજાની સાંસ્કૃતિક-રાજકીય સર્વોપરિતાની ઘેલછામાં રહેલાં જોખમ તેમને સમજાવવામાં નહીં આવે અથવા નહીં સમજાય ત્યાં સુધી અસંસ્કારી, અબુધ, જુનવાણી અને જુલ્મી નેતાઓથી અને તેમના પ્રણિત રાજકારણથી છૂટકારો મળવાનો નથી. મારું એવું માનવું છે કે બે વિશ્વયુદ્ધો જૂની રાજકીય વ્યવસ્થાની વિકૃતિનું પરિણામ હતું. એ જ રીતે અત્યારની સ્થિતિ પ્રસ્થાપિત રાજકીય વ્યવસ્થાની વિકૃતિનું પરિણામ છે. ગઈ સદીમાં વિશ્વવિગ્રહ થયા અને હવે ૨૧મી સદીમાં કદાચ વિશ્વદેશોમાં આંતરવિગ્રહ થશે. તેનાં પરિણામ વિશ્વયુદ્ધો કરતાં પણ વધુ ભયાનક હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.