28-5-2025ના કીમના દત્તરાજશિંહ ઠાકોરના ચર્ચાપત્રમાં મંદિર મસ્જીદ બનાવવાના ખોટા ખર્ચા બાબતે ચર્ચા કરી વાત સરાહનીય છે. સરકાર તરફથી આવી મૂળભૂત અતિ આવશ્યક બાબતે કેમ વિચારવામાં આવતું નથી? ચંડોળા તળાવ જેવી મોટી સરકારી જમીનમાં બિનકાયદેસર દબાણો થઇ ગયા અત્યારે વર્ષો પછી તોડવાની કાર્યવાહી કરવામાં આવી, તો આવી વિશાળ જમીન મંડળીને અમુક વર્ષના ભાડા પટ્ટે આપી ગોડાઉન ઉપલબ્ધ કરી શકાય અને તે પણ જમીન તળથી ત્રણ ફૂટ ઉંચે અને ચારે તરફ બે ફૂટનું મજબૂત છજ્જુ બનાવાય જેથી ટ્રક- કે ટ્રેકટર એની સાથે અડે કે અનાજ ભરેલ ગુણો સહેલાઈથી અંદૂર મુકી શકાય.
બીજું ઊંચાઈ હોવાથી વરસાદાનાં પાણી કે ભેજથી અનાજને નુકશાન ન થાય. તેવી જ રીતે જયાં અનાજ લેવાની તોલવાની વ્યવસ્થા પણ ઊંચા વિરાટ આર.સી.સી. હોલ બનાવવો જરૂરી છે. કે જેથી ખેડૂતોને એની મહેનતનું યોગ્ય વળતર મળે આગળ પ્રગતિ અને વિકાસ કરે. તા. 29-5-25 વિજય તુઇવાલાના ચર્ચાપત્રમાં પલળેલા અનાજમાંથી બીયર, દારૂ બને છે એ પણ હકીકત છે આવો કિસ્સો મહારાષ્ટ્ર રાજ્યમાં વર્ષો પહેલા ઉજાગર થયેલો પરંતુ લોહી પસીનાના નાણાંનો દુર ઉપયોગ તો ખૂદ-ખુદા પણ માફ ન કરી શકે.
અમરોલી –બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આપણી સરકાર સ્મારકો બનાવવા અઢળક ખર્ચ કરે છે
સરકારનો હેતુ કંઇક અંશે શૈક્ષણિક પણ હોય છે. જૂના જમાનાના કહેવાતી કાંભીઓ પર નામ પણ કોતરવામાં આવતાં. કદાચ નવી પેઢી આ લોકોની લાક્ષણિકતામાંથી કંઇ બોધપાઠ લઇ શીખે તેવો હેતુ કયારેક બળવત્તર બને છે. સરકાર આ ખાંભીઓની નીચે તેઓનાં નામ કે કામના ઉલ્લેખ સાથે તખ્તી મૂકવાનું જાણતાં અજાણતાં ભૂલી જાય છે. નવી પેઢી કયારેક પૂછે છે આ કોનું બાવલુ છે? અહીં ખોડવાનો હેતુ શું છે? કયારેક વડીલોને પણ ખબર હોતી નથી.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.