વડોદરા : વડોદરામાં ચોમાસાના આગમન ટાળે સામાન્ય વરસાદમાં જ શહેરના રાજમાર્ગો હોય કે નેશનલ હાઈવે હોઈ તમામ રાજમાર્ગો પર ભ્રષ્ટાચારના મોટા ખાડા ફૂટી નીકળે છે. આ ભ્રષ્ટાચારના ઉબડ-ખાબડ બનેલા રાજમાર્ગો પરથી પસાર થવાનો ટેક્સ ચૂકવતી પ્રજાની કમર અને વાહનોને તોડી રહ્યા હોવાના બેનરો જાગૃત યુવાનો દ્વારા દુમાડ ચોકડી ખાતે લગાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરાથી અમદાવાદને જોડતા હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા દુમાડ ચાર રસ્તા પર ટ્રાફિક જામ થવાની સાથે અકસ્માતોની ભરમાર ઉભી થઈ છે.ત્યારે તુટેલા રોડથી ત્રસ્ત લોકોએ દુમાડ બ્રિજ પાસે બેનરો લગાવી આક્રોસ ઠાલવ્યો હતો.
આ બેનરો જનતારાજ સંગઠન દ્વારા લગાવવામાં આવ્યા હતા.અને બેનરોમાં સારા રોડ આપો નહી તો ટોલટેક્ષ માંથી માફી આપો ,ભજીયા પણ બે દિવસ ચાલે છે આ રોડ એક દિવસ પણ નથી ચાલતો જેવા સૂત્રોચ્ચાર લખી લોકોની કમર તોડતો અને ભ્રષ્ટાચારથી હલકી ગુણવતાના બનેલા રાજમાર્ગો પર ફૂટી નીકળેલા મોટા ખાડાઓ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.જાગૃત યુવાનો દ્વારા બનેલા જનતા રાજ સંગઠનના અગ્રણી મયુરભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદથી બરોડાને જોડતો આ દુમાડ ખાતેનો બ્રિજ છે.આ બ્રિજ નીચે 300 થી 400 મીટરનો રોડ એટલો ભયાનક છે.