Vadodara

શહેરના સ્મશાનોની હાલત ખંડેર અકોટા સ્મશાનમા જંગલ ઉગી નીળ્યું

વડોદરા: સ્મશાનની હાલત દયનિય જોવા મળે છે. જેમાં કેટલાક સ્મશાન મા પાયા ની સુવિધાઓ નથી પાણી, લાકડા, મૃતક ને બાળવા માટે ચિતા, બેસવા માટે બાંકડા ની સુવિધા સહિત ની ખામી ઓ ના કારણે મૃત્યુ પછી પણ માનવી ને તકલીફ વેઠવી પડે છે. ચોમાસા ના સમયે લાકડા ના અભાવે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે જેવી રીતે ખાસવાડી સ્મશાનનું નવીનીકરણ થનાર છે તેવી રીતે અકોટા સ્મશાન નું નવીનીકરણ કરવું જરૂરી છે. કારણ કે સ્મશાન મા ચિતાઓની સઁખ્યા ઓછી છે.એટલે ઘણીવાર મૃતદેહ ને ખુલ્લા મા મૂકી ને અગ્નિદાહ આપવો પડૅ છે. અને બળતા મૃતદેહ ને નુકશાન પહોંચાડે છે. શહેર ના અકોટા, ઠેકર નાથ, ગોત્રી સહિત ના સ્મશાનો ની હાલત ખૂબજ ખરાબ હોવાનું કહેવાય છે.

આ સ્મશાનો નું રીનોવેશન થવું જોઈએ તેવી લોકલાગણી ઉભી થઇ છે.જાણવા મળેલી વિગત અનુસાર શહેર ના
અકોટા સ્મશાન ની અવદશા પણ અન્ય સ્મશાનો જેવી છે અને સ્મશાન ની ચિતા પાસે મોટા મોટા ઝાડી ઝાંખરાથી તે જગ્યાએ સ્મશાનમાં આવનાર ડાઘુઓ ની ઉભા રહેવાની જગ્યા પણ ઓછી હોયછે. લાકડાં પણ કાપીને વ્યવસ્થિત મુકવામાં આવતા નથી બેસવા ના બાકડા ઓ પણ ઝાડી ઝાંખરાથી ઘેરાઈ ગયા છે. અને તે જગ્યાએ ગંદકી કાયમી સાફ થતી નથી. આમ વડોદરા શહેર ના લગભગ તમામ સ્મશાનો ની સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ના સમશનો પાલિકા હસ્તક છે સરકાર દ્વારા સમશનો ના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટ ના રૂપિયા નો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની બૂમો ઉઠી છે.

Most Popular

To Top