Charchapatra

લોકશાહીની  ચોથી જાગીર ગણાતા પત્રકારત્વની દશા અને દિશા

લોકશાહીના ચાર આધારસ્તંભ પૈકી પત્રકારત્વ (મીડિયા)  ખુબ જ મહત્વનો પાયો છે. લોકોના  પ્રશ્નો અને  સમસ્યાઓની વાચા આપવામાં  મીડિયાની ભુમિકા ખુબ જ મહત્વની છે. સૌથી પહેલા સમાચારપત્રો સારી એવી ભુમિકામાં હતા. દેશની આઝાદીમાં ખુબ મોટો ફાળો છે. પછી  ટેલીવિઝન ન્યૂઝ ચેનલોનું માધ્યમ અને હાલમાં ડિજીટલ મીડીયાનો જમાનો છે. હવે તો સોશ્યલ મીડિયા થકી પણ દેશનો કોઈ પણ નાગરિક એક પત્રકાર જેવી ભૂમિકા ભજવીને પોતાની વાતને રજૂ કરી શકે છે. પણ હવે મીડિયાની દશા અને દિશા બદલાઈ હોય તેમ લાગી રહ્યું છે.

જેમા ખાસ કરીને ટીવી ચેનલોએ જે રીતેના સમાચારો બતાવામાં આવી રહ્યા હતા. તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ટી.આર.પી લેવાની હોડમાં વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી વાર્તા થઈ જાય તો જવાબદાર કોણ?  મીડિયાનું કામ અરીસા જેવુ છે પણ હવે જજમેન્ટલ થઈ ગયુ છે. ઘણી વાર મીડિયા કોઈ આરોપીને એટલો બદનામ કરી છે કે  પોલીસે જાહેર કરવું પડે છે આરોપો પાયાવિહોણા છે. આ  પ્રકારનું રિપોટીંગ સમાજ માટે પણ ઘાતક સાબિત થાય છે. પત્રકારત્વનુ કામ  સમાજને લોકશિક્ષણ આપવાનુ અને પ્રશ્નોને વાચા આપી સરકાર સુધી પહોચાડવાનુ છે. હાલમાં એવું દેખાતું નથી હવે સેવાભાવનાં ઓછી અને વ્યાપાર વધારે હોય એવું લાગે છે.
પંચમહાલ (શહેરા)      – વિજયસિંહ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top