વડોદરા : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર માં આવેલા વડોદરા મહાનગરપાલિકા ના વ્હીકલપુલ શાખાની મુખ્ય કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી વ્હીલ ટેમ્પો અને લારીઓ દબાઈ ગઈ હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં તુરંત ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી.સદનસીબે જાનહાની થતા ટળી હતી.જોકે રિક્ષાચાલકો અને લારીધારકોને મોટી માત્રામાં નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.
વડોદરા મહાનગર પાલિકાની ભૂતડીઝાંપા વિસ્તારમાં વ્હીકલપુલ શાખા આવેલી છે.સોમવારે વ્હીકલપુલ શાખાની કમ્પાઉન્ડ વોલ એકાએક ધરાશાયી બનતા બહાર પાર્ક કરેલા 4 થી 5 વાહનો અને લારીઓનું કચ્ચરઘાણ વળી ગયું હતું.આ ઘટનાને પગલે ફરજ પર હાજર કર્મચારીઓ અને પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.જ્યારે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.બનાવની જાણ કરવામાં આવતા તુરંત ફાયરબ્રિગેડના જવાનો તેમજ જીઈબીનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા.
અને જેસીબીની મદદ વડે દીવાલ નીચે દબાઈ ગયેલા વાહનો અને લારીઓ હટાવવાની કામગીરી હાથધરી હતી.ભૂતડીઝાંપા વિસ્તારમાં પાલિકાની વ્હીકલપુલ શાખા આવેલી છે.જેમાં પાલિકાના વાહનો સબંધિત કામગીરી કરવામાં આવે છે.સોમવારે અચાનક વ્હીકલપુલ શાખાની મુખ્ય પ્રવેશ દ્વારની કમ્પાઉન્ડ વોલ એકાએક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. સર્જાયેલી આ ઘટનામાં 4 થી 5 વાહનો તેમજ લારીઓ દબાઈ જતા મોટી માત્રમાં નુકશાન થયું હતું.
સદનસીબે જાનહાની થતા ટળી હતી.આ અંગે સબ ફાયર ઓફિસર મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે વ્હીકલપુલ પુલ પેટ્રોલપંપ પાસે દીવાલ પડી ગઈ હોવાનો ફાયર સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો.જેથી તુરંત ઘટના સ્થળે આવી ને તપાસ કરતા અમુક રિક્ષાઓ અને લારીઓ દબાઈ ગઈ હતી.હાલ જેસીબી ફાયર સ્ટાફ અને જીઈબી સાથે કામગીરી કરવામાં આવી છે.કોઈ જાનહાની થઈ નથી.બે રિક્ષાઓ હતી એક ટેમ્પો હતો અને ત્રણ થી ચાર લારીઓ હતી.જે દબાઈ ગઈ છે.તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.નોંધનીય છે કે કોરોનાના કારણે અપાયેલા આંશિક લોકડાઉનમાં રિક્ષાચાલકો અને ખાણી-પીણીની લારીધારકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા.