Charchapatra

શ્રદ્ધાસભર પિતૃતર્પણ શ્રાદ્ધ  અને ઘરડાં મા-બાપ સહિત વૃદ્ધાશ્રમની જટિલ સામાજિક સમસ્યા

એક અભ્યાસ સહિત સિદ્ધહસ્ત અનુભવ મુજબ શ્રદ્ધાસભર પિતૃતર્પણ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે બીજી ઔર ઘરડાં મા-બાપ સહિત ઘરડાંઘરની સામાજિક સમસ્યા જટિલ રહેલી છે! ખેર,આપણી હિંદુ સંસ્કૃતિમાં” માતૃદેવો ભવ,પિતૃ દેવો ભવ “ ની આદર્શ ભાવના સૈકાઓથી પ્રચલિત થયેલી છે.ભારતની શાળામાં વિદ્યાર્થીઓને શ્રવણ એનાં આંધળાં મા-બાપને કાવડ ઉપર ખભે ઉપાડીને જાત્રા કરાવે છે એવી કથા કહીને મા -બાપની સેવા કરવાના પાઠ શીખવવામાં આવતા અને હાલ પણ શીખવાતા હશે જ એવું આપણે માની  લઇએ.એમ છતાં હાલના જમાનામાં ભારતીય સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યો ભુલાતાં જતાં હોય એવું કોઈ વાર સમાજમાં જે દૃશ્યો જોઈએ છીએ એ ઉપરથી લાગ્યા વગર રહેતું નથી. ઘરડાં મા-બાપની સમસ્યાઓને ઉજાગર કરતી, અમિતાભ બચ્ચનની યાદગાર અદાકારીવાળી ફિલ્મ બાગબાન જેવી ઘણી ફિલ્મો પણ બની ચૂકી છે. અનેક નવલકથાઓ,કાવ્યો, વાર્તાઓ ,ભજનો-ગીતો લખાયાં છે, જેણે આ સમસ્યા ઉપર આપણું   ધ્યાન દોર્યું છે.પૂજ્ય પુનિત મહારાજનું જાણીતું ભજન “ભૂલો બધું પણ મા -બાપને ભૂલશો નહીં ,અગણિત છે ઉપકાર તેમના ,એહ વાત વિસરશો નહીં ” એ આખું ભજન ઠેર ઠેર ગવાતું સાંભળ્યું પણ હશે!

બીજી તરફ વધતા જતા ઘરડાંગૃહ એક ચિંતાનો વિષય છે! ખેર,વૃદ્ધાશ્રમ  સામાજિક સમસ્યા છે અને  તેનાથી કેવી રીતે છુટકારો મેળવશો!?  સામાજિક ક્રિયાપ્રતિક્રિયામાં વડીલો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ નબળાઈઓના આધારે ઘણી હોઈ શકે છે. કેટલાક સામાન્ય અસ્પષ્ટ વાણી અથવા અસ્થિર વિચારોને કારણે અસંગત સંચાર. શારીરિક નબળાઈઓ જેમાં અન્યની મદદની જરૂર હોઈ શકે! અંતે મા બાપને દુઃખી કરી યા રડાવી કોઈ સંતાન સુખી કે, ખુશ થઇ શક્યા નથી! શ્રદ્ધાસભર શ્રાદ્ધ એ એક મિથ્યા રિવાજ અને સેવાકીય નહિ હોવાથી મૃતક પૃતક અને પરમાત્માને એ મંજૂર નથી તેથી એ અસ્વીકાર્ય અને પૃથક પૃથક ઇન્કારને પાત્ર છે!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top