Business

ઠંડાં યુદ્ધમાં જાસૂસોની ઠંડે કલેજે કત્લેઆમ!

રસ્તે ચાલતો જુવાનજોધ અને સશક્ત માણસ ઓચિંતો સડક પર ફસાઈ પડે અને મૃત્યુ પામે અને મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું પ્રાથમિક તારણ નીકળે તેવા બનાવ આજકાલ આપણા વિસ્તારમાં વધુ બની રહ્યા છે અને તે ચિંતાજનક છે પણ આજથી 80 વર્ષ પહેલાં પણ આવા બનાવો વધી ગયા હતા અને તેનું કારણ સમજાયું ત્યારે માનવજાત ચોંકી ઊઠી હતી : વૈચારિક એકવાક્યતા સાધવા માટે આવો ઘાતકી વ્યવહાર? આજે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી-C.I.A.ના નામથી અમેરિકામાં ભલભલા લોકો થથરે છે તે એજન્સી અસ્તિત્વમાં આવી તે પહેલા ઓફિસ ઓફ સ્ટ્રેજિક સર્વિસીસ – O.S.S. અસ્તિત્વમાં હતી. 1945નો સમયગાળો. બીજા વિશ્વયુદ્ધ પછીની આભાસી શાંતિ. અમેરિકા અને તે સમયના સોવિયેત સંઘ વચ્ચે વિશ્વ પર વર્ચસ્વ જમાવવાની હોડની શરૂઆત થઈ ચૂકી હતી. બંને મહા સત્તા એકબીજાને વિચારીક સરસાઈ ને કાપવા માંગતી હતી. સોવિયેત સંઘ સામ્યવાદના પ્રસાર-પ્રચાર મારફતે પગદંડો જમાવવા પગલાં લેતો હતો. અમેરિકા સોવિયેત સંઘના વૈચારિક પ્રભાવ સામે ઢાલ બનવા માંગતું હતું અને તેની જાસૂસી સંસ્થા ઓફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસીઝે વૈચારિક મતભેદને ડારણ શક્તિથી ખતમ કરવાનો ખોફનાક માર્ગ શોધી કાઢ્યો: ફ્લાઈંગ ડ્રેગન, S.O. 46, ગન ડાર્ટ, ડ્રેગન ગન, વગેરે નામથી પણ જાણીતું આ ઘાતક હથિયાર.
લક્ષ્ય: અમેરિકાનાં શાસનની વિચારધારાનો સહેજ પણ વિરોધ કરનારને કાયમ માટે ખતમ કરી દેવો ‌. ડ્રેગન માંથી તીર જેવી કારતુસ છૂટે તેમાં કાર્બન ડાયોક્સાઇડનું શસ્ત્ર હોય. શિકારની ગરદન પર પાછળથી આ કારતુસ વાગે અને શિકાર ઘટના સ્થળે ઢળી પડે અને મૃત્યુ પામે. નિદાન એક જ આવે: મરનારને ચાલતા ચાલતા હૃદય રોગનો હુમલો થયો.
આ કારતુસ ફૂટે ત્યારે કોઈ અવાજ નહીં. મરનારની ગાર્ડનમાં કારતુસ વાગી થોડી વારમાં જમીન પર પડે કે ન પડે પણ તેનું અસ્તિત્વ પુરવાર ન થાય અને ખેલ ખતમ થાય .ભેદ જાણનાર સમજી જાય કે આ માણસનો સરકાર વિરોધી અને સામ્યવાદ તરફી વિચારસરણીએ ભોગ લીધો. અમેરિકા અને સોવિયેત સંઘમાં પરસ્પર વિરોધી વિચારધારા ધરાવનારને આકરી કિંમત ચૂકવવી પડતી. અમેરિકામાં ઓફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસિસના ગુપ્તચરો દ્વારા વપરાતી આ ગન બીજાં વિશ્વયુદ્ધનાં સમાપન પૂર્વે 1943થી 1945ના અરસામાં લોંગ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ નામની એક છદ્મવેશી શસ્ત્ર ઉત્પાદક પેઢીએ બનાવી હતી જેની તે સમયે એટલે કે 1945ના અરસામાં 253 અમેરિકી ડૉલર (ોઆજે અંદાજે 4000 ડૉલર) કિંમત થાય. અલબત્ત તે સમયે માત્ર 15 નંગ જ આવી ગન બનાવાઈ હતી. 35.5 ઈંચ લંબાઈ ધરાવતી આ ગનની બેરલની લંબાઇ 16.125 ઈંચ હતી ધાતુની ટોપી સાથે પ્લાસ્ટિકની ખાસ કરતું ધરાવનાર ગન માટે 1000 કારતુસ બનાવવામાં આવી હતી અને મિનિટના બે રાઉન્ડના હિસાબે કારતુસ છોડી શકાતી હતી.150 ફૂટની રેન્જ તે ધરાવતી પોતાની ભેદી પ્રવૃત્તિ કરતા જાસૂસોને એવા શસ્ત્રની જરૂર હતી જેના ઉપયોગથી તેઓ થોડે અંતરે દૂર રહીને નિશ્ચિત પણે શિકારને નિષ્ક્રિય કરી શકે તેમાં અવાજ દબાઈ જાય અને પ્રકાશનો ઝબકાર પણ નહીં થાય. 1943માં અમેરિકાના જાસૂસોએ એરગનની ગેમ કાર્બન ડાયોક્સાઇડયુક્ત ઝેરી કારતુસ ફોડી શકે તેવી પિસ્તોલ બનાવી હતી. આ પિસ્તોલનું કરતું ઝેરી રસાયણો ધરાવતું હતું અને લાલ પારદર્શક અને રબરની ટોટી ધરાવતું હતું. આ કારતુસ 5.75 ઈંચ પહોળું હતું અને તે પિસ્તોલ ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાતી હતી. હુમલા માટે આ પિસ્તોલ તૈયાર થઈ જાય ત્યારે તેની લંબાઈ 35.5 ઈંચ હતી. આ પિસ્તોલ નાની કરી શકાતી પણ તેની ચોકસાઈ ઘટતી. 1943માં તેની ખાસ માંગ ન હતી પણ 1945ના એપ્રિલમાં જાસૂસોની વિનંતીથી છ પિસ્તોલ બનાવવામાં આવી હતી અને તેમાં કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા હતા અને જૂન 1945માં પંદર પિસ્તોલ બનાવવામાં આવી હતી. આવાં અન્ય શસ્ત્રો બનાવવાની પ્રવૃત્તિ વધવા માંડી. જો કે બીજાં વિશ્વયુદ્ધના અંત સુધીમાં આવાં શસ્ત્રોનો વધારે ઉપયોગ થયો હોવાના દસ્તાવેજી આધાર મળતા નથી. પછી કાર્બન ડાયોક્સાઇડની કારતુસ સાથે કાતિલ ઝેર ઉમેરવામાં આવ્યું. આ ગન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીનું નવું નામ પામેલ અમેરિકાની સત્તાવાર જાસૂસી સંસ્થાના ભાથાંમાં ઉમેરાયું. 1950ની સાલ પૂરી થયા પછી અમેરિકાએ ઠંડાં યુદ્ધમાં ઠંડાં કલેજે ઝંપલાવ્યું અને મોડ -0 તરીકે ઓળખાતી અંડર વોટર ડિફેન્સ ગન આવી અને આ ગન માંથી 4.25 ઈંચની ધાતુની કારતુસ પાણીમાં તરવા પડેલા હરીફને નિશાન બનાવી દેતી અને શિકાર પાણીમાં તરતો બહાર દેખાય ત્યારે ખબર પડતી કે શંકાસ્પદ માણસની પાણીમાં હત્યા કરવામાં આવી છે. આ ગન 1960ના દાયકામાં બનાવવામાં આવી હતી અને તેમાં મોટા ભાગનું કામ નૌકાદળનાં શસ્ત્રના કારખાનામાં થયું હતું. મૂળ તો આ કારતુસ રોકેટના સિદ્ધાંત પર બનાવવામાં આવી હતી પણ તે ખર્ચાળ અને અચોક્કસ આક્રમક હોવાથી અંડર વોટર ડિફેન્સ બનાવવામાં આવી હતી. પરિણામે 1970ના MK 1 અંડર વોટર બનાવી તૈયાર કરાય જે સાંકેતિક ભાષા વાપરીને ઉપયોગમાં લેવાની હતી. આમ છતાં તે અવ્યવહારુ હતી. 1976માં હેકલર એન્ડ કોચ ગન આવી પણ તે જાસૂસોનાં કામ માટે અનેક મર્યાદાઓથી ભરપૂર હતી. આની સામે પાણીમાં વાપરી શકાય તેવી છ રાઉન્ડની અંડર વોટર રિવોલ્વર તૈયાર કરાઈ હતી અને નૌકાદળના જાસૂસો તે વાપરતા હતા. એક તરફ અમેરિકા જાસૂસીના દાવપેચમાં મસ્ત હતું તો બીજી તરફ સોવિયેત સંઘે અંતરિક્ષયાત્રામાં અમેરિકાને પાછળ પાડી દીધું હતું તેથી અમેરિકા બેબાકળું થયું હતું. તેને સોવિયેત સંઘનો પીછો કરવાનું મુશ્કેલ લાગ્યું પણ કરે પણ શું? સોવિયેત સંઘ સામે વૈચારિક જંગ ખેલતા અમેરિકાને મનમાં એક જ ધૂન હતી: સોવિયેત સંઘનો પ્રભાવ દુનિયામાંથી ઘટાડવો. તેની સામે પ્રચાર યુદ્ધથી માંડીને ગુપ્તચર યુદ્ધ ચાલતું હતું. મોસ્કોથી માંડીને વિશાળ સીમામાં કોઈ પણ દેખીતા કારણસર કોઈનું શબ મળે તો તે જાસૂસ હશે એવી ધારણા બાંધી લેવાય અને કોઈ લેવાદેવા ન હોય તેવી કોઈ વ્યક્તિનું શબ મળે તો સંઘમાં જાસૂસોમાં ફફડાટ ફેલાઈ જાય.
અમેરિકામાં ગમે તે ખૂણે પણ કોઈ અજાણો માણસ બીજી રીતે મરણ પામેલી હદમાં આવે તો દસ્તાવેજ અકસ્માત મૃત્યુના બને તો ઘણી વાર એવું બને કે શકમંદ સોવિયેત જાસૂસ હોય અને તેણે અમેરિકામાં સત્તાધીશોથી બચવા આપઘાત કર્યો હોય.


આવા બંને પક્ષના જાસૂસો અમેરિકા અને સોવિયેત જાસૂસી સંસ્થા અનુક્રમે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને K.G.B.ના હાથે ઝડપાય તો મોટે ભાગે ઝેરી માદળિયું ખાઈ જાય પણ તેને આવી રીતે આપઘાત કરતો રોકી અમાનુષી ત્રાસ આપી હરીફ જાસૂસી સંસ્થાની ગુપ્ત માહિતી કઢાવવાની કોશિશ કરે. કોઈ જાસૂસ પોતાની સંસ્થા છોડી હરીફ દેશ માટે કામ કરવા તૈયાર થાય તો જે ચકાસણી થાય તે ભલભલા નિષ્ણાતોને છક્કડ ખવડાવે તેવી હોય. ખાસ કરીને રાજ્યાશ્રય માંગતા જાસૂસની જે ચકાસણી થાય તેમાંથી પાર ઉતરવા ને બદલે મોત સારું લાગે પણ જાસૂસીની દુનિયામાં મોત પણ માંગે ત્યારે નથી મળતું અને બંને સંસ્થાઓના જાસૂસી પણ કેવા? શિક્ષક, વિદ્યાર્થી, મજૂર, નેતા કે કોઈ પણ વેશમાં જાસૂસી કરે. ફિલાડેલ્ફિયાની એક શાળામાંથી એક શિક્ષિકાને ચાલુ વર્ગે લઈ જઈ છત પરથી ફેંકી દીધી હતી અને 1968નો આ બનાવ આપઘાતમાં ખપી ગયો હતો. સામ્યવાદી હોવાના શક પરથી એક સ્થળાંતરિત પાદરીનું શબ કબરમાંથી ખોદાવી બહાર કઢાવ્યું હતું અને તેનાં શરીરમાંથી ઝેર સાંખી લેવાની અસાધારણ ક્ષમતા બહાર આવી હતી.
K.G.B.ના હાથે પકડાયેલા અમેરિકાના જાસૂસના શું હાલ થાય છે તે બહારની દુનિયાને ભાગ્યે જ ખબર પડતી. ઠંડા યુદ્ધમાં પોતાનો હાથ ઉપર રહે તે માટે આ બંને મહાસત્તાઓ ઠંડે કલેજે ખૂની ખેલ ખેલતી અને તે વિશ્વના ઇતિહાસમાં અજોડ હતો અને છે.

Most Popular

To Top