Gujarat

દુષ્કર્મ કેસમાં ફરાર કેડિલા કંપનીના CMD પોલીસ સ્ટેશનમાં હાજર થયા

અમદાવાદ: ફાર્મા કંપની (Pharma Company) કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં (Rape Case) મોટા સમાચાર સામે આવ્યા છે. કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાક સમયથી બળાત્કારના કેસમાં ફરાર (Wanted) હતા. તેમજ પોલીસ (Police) રાજીવ મોદીની શોધખોળ ઘણા લાંબા સમયથી કરી રહી હતી. આખરે ઘણા સમયથી વોન્ટેડ આરોપીએ પોલીસની સમક્ષ સરેન્ડર (Surrender) કર્યું હતું.

જણાવી દઇયે કે આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે અટકળો વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. આ સાથે જ કેસની ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવવામાં આવી હતી. પરંતુ ફરિયાદી યુવતી નિવેદન આપવા હાજર ન થતા અટકળો ઉભી થઇ છે.

શું છે મામલો?
જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુધ્ધ બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યો હતો. ત્યાર બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી કથિત રીતે બહાર હતા. તેમજ આજે સવારે અચાનક તેઓ સોલા પોલીસમાં હાજર થયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે.

ઓફિસના બાથરૂમમાં બળાત્કાર થયાનો આરોપ
બલ્ગેરિયાની યુવતીએ રાજીવ મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે રાજીવ ઓફિસના બાથરૂમમાં તેની સાથે રેપ કરતો હતો. યુવતીએ કહ્યું હતું કે મને કેડિલામાં પ્રાઈવેટ ફ્લાઈટ એટેન્ડન્ટની નોકરીની ઓફર કરવામાં આવી હતી. દરમિયાન એકવાર રાજીવ મોદીએ મને ઓફિસમાં લાંબા સમય સુધી એકલી રોકીને મારી સાથે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ ઓફિસના બાથરૂમમાં પણ તે મારી સાથે રેપ કરતો હતો. ફરિયાદ બાદ મને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેમજ મારું અંગત ઈ-મેલ આઈડી પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.

પોલીસની મદદ ન મળી, બળજબરીથી સહીઓ કરાવી
પીડિતાનો આરોપ છે કે જ્યારે તેણીએ અમદાવાદ પોલીસને ઈ-મેઈલ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. જ્યાં તેણીને પ્રશ્નો પૂછીને હેરાન કરવામાં આવી હતી. દરમિયાન જોન્સન મેથ્યુ વકીલો સાથે પોલીસ સ્ટેશને આવ્યો હતો અને તેમને એફિડેવિટ પર સહી કરવા દબાણ કર્યું હતું કે મામલો કંપની અને અધિકારીઓ વચ્ચેનો છે. યુવતીનો આરોપ છે કે પોલીસે આરોપીને મદદ કરી હતી.

Most Popular

To Top