Vadodara

સવારથી ઘેરાયેલા વાદળો બપોરે તૂટી પડ્યા : 2 ઈંચ વરસાદ

વડોદરા: હવામાન ખાતા દ્વારા આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો પ્રારંભ થતાં છ વાગ્યા સુધીમાં તો શહેરના નિચાણવાળા િવસ્તારોમાં પાણી પાણી થઈ જતાં જળબંબાકાર થઈ ગયું હતું. નપાણિયા પાલિકા તંત્રની દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીની પોકળ ગુલબાંગો ઉધાડી પડી જતી હોવા છતાં તંત્રના વહિવટ અને કાર્યદક્ષતામાં લેશમાત્ર સુધારો ના થતાં કરોડોના વેરા ચૂકવતી પ્રજાને જ ભોગવવાનો વારો આવે છે.

અષાઢનો સાંબેલાદાર વરસાદ ભાદરવામાં ભરપૂર થઈને તૂટી પડતાં ગરીબ પ્રજાનો માલસામાન અને ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યું છે. તે એસી કેબીનમાં બેસીને મફતની કારમાં મહાલતા મેયરને ક્યાંથી નજર પડશે. શહેરને પાણીમાં તરબોળ કરી નાખતા તોફાની વરસાદના પગલે ઠેર ઠેર ઝાડ ધરાશાયી થવાના અનેક કોલ ફાયર બ્રિગેડને મળતા લાશ્કરોએ દોડધામ મચાવી હતી. વૃક્ષોની પ્રચંડ અને તોતિંગ ડાળીઓ માર્ગ પર પડતાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો થી વાદળછાયુ વાતાવરણ હતું. સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને બપોર બાદભાટે વરસાદ ખાબક્યો હતો .વરસાદ ને પગલે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.વરસાદના કારણે વેપાર-ધંધા પર તેની અસર જોવા મળી હતી. શહેરના રાવપુરા, મંગળ બજાર ,માંડવી, દાંડિયા બજાર, પાણીગેટ, ગોરવા સુભાનપુરા, આજવા રોડ કારેલીબાગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં બપોરબાદ તૂટી પડેલા વરસાદ ને પગલે કુલ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ડભોઇ પંથકમાં સવારથી પડી રહેલા ભારે વરસાદ ને પગલે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે સાવલીમાં દોઢ ઇંચ અને પાદરામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ િજલ્લામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અકોટા ગાય સર્કલ પાસે વૃક્ષ ધરાશાયી થતાં ટેમ્પો દબાયો

અકોટા ગાય સર્કલ પાસે આવેલ જલારામ લસ્સીની ગલીમાં પાર્ક કરેલ બજાજ ટેમ્પા ઉપર વૃક્ષ ધરાશાયી થતાં ટેમ્પો દબાઈ ગયો હતો. જેના પગલે ટેમ્પાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. એકંદરે ઢળતી સાંજ બાદ ધીમી ધારે મેઘરાજાએ કાચુ સોનું વરસાવ્યું હતું.

Most Popular

To Top