Top News

ફરી યુદ્ધના વાદળો ગાઢ

ટ્રમ્પ ઈરાન પર ફરી ભારે બોમ્બબારીનો આદેશ આપી શકે: WSJ રિપોર્ટનો દાવો

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. Wall Street Journal (WSJ) ના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરીથી મર્યાદિત પરંતુ અસરકારક સૈન્ય હુમલાનો આદેશ આપી શકે છે. ખાસ કરીને શાંતિ ચર્ચાઓ નિષ્ફળ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં થયેલી અમેરિકો-ઈરાન વચ્ચેની ઉચ્ચસ્તરીય શાંતિ વાતચીત કોઈ નિષ્કર્ષ પર પહોંચી નહોતી. અમેરિકા ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવા, યુરેનિયમ સમૃદ્ધિકરણ રોકવા અને હિઝબુલ્લા જેવી પ્રોક્સી સંસ્થાઓને સહાયતા બંધ કરવાની શરતો મૂકી હતી. પરંતુ ઈરાન આ માંગણીઓ સ્વીકારવા તૈયાર ન હોવાથી ચર્ચા તૂટી ગઈ
તેમજ ચર્ચા નિષ્ફળ જતા ટ્રમ્પ પ્રશાસન વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.

WSJના અહેવાલ મુજબ ટ્રમ્પે ઈરાન સામે મર્યાદિત હવાઈ હુમલાના વિકલ્પો પર વિચાર શરૂ કર્યો છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાન પર દબાણ વધારવાનો અને તેને નવા પરમાણુ કરાર માટે મજબૂર કરવાનો હોઈ શકે છે. ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે અમેરિકા “locked and loaded” છે અને જરૂર પડે તો ઈરાન સામે કડક કાર્યવાહી માટે તૈયાર છે. આ નિવેદનથી ફરી યુદ્ધની શક્યતા વધતી જણાઈ રહી છે. તે ઉપરાંત અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નૌકાબંધી કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે, જે વિશ્વના લગભગ 20 ટકા તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે.

નિષ્ણાતોના મતે આ પગલું ઈરાન પર આર્થિક દબાણ વધારવાનો પ્રયાસ છે, પરંતુ તે ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જી શકે છે.ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન સાથે કોઈ સમજૂતી ન થાય તો તેના વીજ પુરવઠા, પાણી પુરવઠા તથા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલો થઈ શકે છે.

બીજી તરફ ઈરાને અમેરિકાની કોઈપણ સૈન્ય કાર્યવાહીનો કડક જવાબ આપવાની ચેતવણી આપી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્યપૂર્વમાં ફરી મોટા યુદ્ધના વાદળો ગાઢ બનતા દેખાઈ રહ્યા છે અને વિશ્વભરમાં તેલના ભાવ તેમજ વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસર અંગે ચિંતા વધતી જઈ રહી છે.

Most Popular

To Top