વડોદરા: યુનેસ્કો દ્વારા આપણી ઐતિહાસિક ધરોહરને જાળવવા-સુરક્ષિત રાખવા 1983થી 18મી એપ્રિલે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે પ્રજાવત્સલ વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા પ્રજાને ચાર દરવાજા-ન્યાય મંદિર-કમાટીબાગ-કિર્તિ મંદિર, એમએસયુ સહિતના સ્થાપત્યોની ભેટ મળી છે. જોકે તેની જાળવણી કરવા તંત્ર નિષ્ફળ ગયું હોવાનું કહી કલાકાર ચંદ્રશેખર પાટીલે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
વિશ્વ ધરોહર દિવસ ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને સમજવાનો પણ હેતુ છે. દર વર્ષે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસની વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને વડોદરાની સાંસ્કૃતિક ઈતિહાસને સમજવાનો પણ હેતુ છે. આ વર્ષે આ દિવસ હેરીટેજ એન્ડ ક્લાઈમેટની થીમ હેઠળ મનાવવામાં આવ્યો છે.આ 10 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આકર્ષણનું કેન્દ્ર છે.
સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં અનેક ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતો વારસામાં આપી છે. ત્યારે તંત્ર એની માવજતમાં નિષ્ફળ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરાની નેતાગીરી પ્રવૃત્ત નથી અને સત્તાધીશોને રસ નથી. બેનમૂન સ્થાપત્યોનો ખજાનો હોવા છતાં શહેર હેરિટેજ સિટીના બિરૂદથી વંચિત છે. વડોદરામાં ઐતિહાસિક બેનમૂન સ્થાપત્યો છે.
શહેરના ઇતિહાસને તેમજ વિરાસતોને અગાઢ પ્રેમ કરનારા ચંદ્રશેખર પાટીલે રોચક માહિતી આપી હતી. શહેરના ઐતિહાસિક વારસાને પાલિકાએ શૌચાલયમાં પરિવર્તિત કર્યુ. જે તે સમયે શસ્ત્રોને ધાર કરવા વાવના ખારા પાણીનો ઉપયોગ થતો હતો. 2 હજાર વર્ષ જૂનો ખારીવાવનો ઇતિહાસ ભૂતકાળ વિસ્તાર નામ માત્ર પૂરતો સિમિત બની રહ્યો છે. ઈતિહાસવિદ ચંદ્રશેખર પાટીલે દુઃખ વ્યક્ત કર્યુ હતું.