Vadodara

શહેરમાં ઠેરઠેર ફાયર NOC વિના ફટાકડાની હાટડીઓ લાગી

વડોદરા: છેલ્લા 50 વર્ષ માં 2 દુર્ઘટના વડોદરા વાસીઓ દિવાળી સમય ની 2 ઘટના યાદ રહી જશે.  શહેરમાં વિવિધ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ફાયર noc વગર ફટાકડાના બજાર ખુલી ગયા છે. વોર્ડ ઓફિસર,સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ જવાબદારી છે કે વેપારીઓને નિયમોનું પાલન કરાવે.પરંતુ તંત્ર કોઇ મોટી દુર્ઘટના ની આ તંત્ર રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. સુરત માં તક્ષશિલા કોમ્પ્લેક્સ માં આગ ની ઘટના બની હતી.કોરોના સમયે ખાનગી – સરકારી હોસ્પિટલમાં, હાઈ રાઈઝ બીલડીગ, સ્કૂલ માં આગ ના બનાવ્યો બન્યા છે. ફટાકડા બજાર આગ લાગે ત્યારે વિકરાળ સ્વરૂપ આગ લેછે. આના માટે જવાબદાર સહિયારું તંત્ર પણ છે. છેલ્લા 50 વર્ષ માં 2 દુર્ઘટના વડોદરા વાસીઓ દિવાળી સમય ની 2 ઘટના યાદ રહી જશે. કરોડો રૂપિયાનું દારૂખાનું એક જગ્યા એ દિવાળી પેહલા ફૂટી ગયું  હતું.

હાઇ રાઈઝ બીલડીગના ટાવર પર ફટાકડા ફૂટ્યા હતા.એવી ક્યારે દુર્ઘટના નું પુનરાવર્તન ફરી ના બને તેની માટે ફાયર બ્રિગેડ ફાયર સેફટી ના તમામ કાયદા નું પાલન કરવી ને મજુરી આપવી જોઈએ. પરંતુ આ વિભાગ પણ ભ્રષ્ટાચાર ના ભરડામાં આવી ગયો છે. કોઉ પણ પ્રકાર ની noc મજુરી લેતી દેતું થી મળી જાય છે. શહેર માં ખુલ્લી જગ્યા દેખાઈ  નહિ કે સીઝનલ ધધો ચાલુ કરી નાખે છૅ. વોર્ડ કચેરી ,સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ની સહિયારી જવાબદારી છૅ કે કડક નિયમો નું પાલન કરાવે. પહેલા વડોદરા શહેરમાં પોલોગ્રાઉન્ડ ખાતે એક જ સ્થળ હતું.જ્યાં ફટાકડા વેચતા હતા હવે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી જગ્યા પર સ્ટોલ નાખીને તંત્રના કોઈપણ નિયમનો પાલન કર્યા વગર ફટાકડા વેચવાનું શરૂ કરી દે છે એના પર વોર્ડ કચેરી સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની વેપારીઓને કડક નિયમોનું પાલન કરાવે તેવી સહિયારી જવાબદારી હોય. પરંતુ તંત્ર કોઇ મોટી દુર્ઘટના ની આ તંત્ર રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે.

50 વર્ષમાં ફટાકડાના આગના મોટા 2 બનાવ

વડોદરા શહેર માં 9 વર્ષ પહેલાં 10 નવેમ્બર 2012 ના રોજ શહેર ના પોલિગ્રાઉન્ડ ખાતે ભરાતું ફટાકડા બજાર માં આગ લાગી હતી.જેમાં 140 સ્ટોલ બરી ને ખાક થઈ ગયા હતા 40 કાર અને 150 બાઇક આગ માં ભસ્મ થઈ ગયા હતા. બપોર ના 3.30 આગ લાગી હતી જેમાં આશરે 200 કરોડ થી વધુ જાન માલ નું ફટાકડા નો માલ સળગી ગયો હતો. 2 કિમિ માંડવી સુધી ફટાકડા માં ફૂટ્યા તેનો અવાજ આવ્યો હતો. મર્દા મરી ગયા હોય એવી વાશ મારતી હતી. ફટાકડા બાજુ મકાન ગેલરી ત્યાં પહોંચ્યા હતા. શહેર અને જીલ્લા ખાનગી ફાયર ને સ્થાનિક ફાયર બ્રિગેડ 40 બમબા કામે લાગ્યા હતા.આગ ક્યાંથી લાગી તે માહિતી સીસીટીવી ના આધારે મળી હતી.સ્ટોલ 9 ઉપર એક કિશોર ફટાકડા ફોડવાની ચાઈનીઝ પિસ્તોલ સાથે ઉભી હતો બાજુ ની દુકાનનો વેપારી તેને સમજાવતો હતો કે પિસ્તોલ જોખમ કારક છે.

હરણી વિસ્તારમાં જલારામ ટીમ્બર માર્ટ માં ફટાકડા કારણે આગની ઘટના બનતા કરોડોનું નુકશાન

વડોદરા શહેર ના હરણી વિસ્તારમાં આવેલ જલારામ ટીમબર માર્ટ ના  લાકડાના ગોડાઉનમાં ફટાકડા ના તણખા ને પગલે આગ લાગી છે.  જોતજોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું . રાત્રી ના 9 ને 15 કલાકે આગની ઘટના બની હતી. ગોડાઉનમાં મૂકેલા લાકડા સળગી ઉઠ્યા હતા. આગ ના વિકરાળ સ્વરૂપ ને  જોતા વડોદરા ફાયર વિભાગની 20 ગાડીઓ અને 40 થી વધુ લાસ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 6 કલાક થી ભારે જહેમત બાદ વહેલી સવારે 3,30 કલાકે આગ ઉપર કાબુ મેળવવાની પ્રયાસ કર્યો હતો.  ફાયર વિભાગ તરફથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

આગ ને પગલે ટ્રાફિક નિયમન અને લોકો ને જાગૃતિ અર્થે ફાયર વિભાગ દ્વારા માઇક નો ઉપયોગ કરવા ની ફરજ પડી હતી. લાકડાના ગોડાઉન હોવાથી આગ વધુ વિકરાળ બની હતી આગ ના  કારણે લોક ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  હરણી પોલીસ પણ ઘટના સ્થળે  દોડી આવી હતા. ફાયર વિભાગ દ્વારા પાણીગેટ ,દાંડિયા બઝાર , દરજીપૂરા ની ફાયર ટિમ ને ઘટના સ્થળે બોલાવી હતી. સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ, ઇન્ચાર્જ ડે કમિશનર શૈલેષ નાયક મામલતદાર સહિત ની સ્ટાફ ઘટના સ્થળે હતો.

Most Popular

To Top