વડોદરા: આજથી સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ થઈ ગઈ હતી. ત્યારે અગાઉ 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત કચરીઓ 100 ટકા સ્ટાફ સાથે ખૂલી હતી. નર્મદા ભવન સ્થિત આવેલી જનસેવા કેન્દ્રો પર લોકોએ પોતાના કામકાજ માટે ધસારો કર્યો હતો. જન સેવા કેન્દ્ર પર લોકોએ પોતાના કામકાજ માટે ધસારો કર્યો હતો. જન સેવા કેન્દ્ર પર લોકોએ પોતાના કામકાજ માટે ધસારો કર્યો હતો. જનસેવા કેન્દ્ર છેલ્લા દોઢ મહિનાની કોરોના સંક્રમણ વધારાના પગલે અગત્યના કામ સિવાય બંધ રાખવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા સોમવારથી 100 ટકા કર્મચારીઓ સાથે કચેરી ખોલવાની મંજૂર આપતા કચેરી પુન: કર્મચારીઓ અને અરજદારોની ધમધમતી થઈ હતી.
વકીલો અને અસીલો સાથે ફરીથી કોર્ટની કામગીરી શરૂ
કોરોના મહામારીને પગલે છેલ્લા સવા વર્ષથી ન્યાયતંત્રની કચેરી બંધ હતી અને જરૂરીયાત મુજબ ઓનલાઈન હીયરીંગ કરવામાં આવી રહયું હતું. ત્યારે રાજય સરકારે ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે કચેરીઓ શરૂ કરવાની પરવાનગી આપતા સોમવારથી રાજય સહિત વડોદરા ન્યાયમંદિરની કામગીરી ફીઝીકલ હીયરીંગ ખાતે શરૂ કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને પગલે વડોદરાના ૪૫ જેટલા વકિલોઍ કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તેથી પ્રથમ દિવસે તમામને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સવા વર્ષ બાદ વડોદરાનું ન્યાયતંત્ર પુનૅં ધમધમતું થયું હતું અને વકીલોની અને અસીલોની ચહલપહલથી ન્યાયમંદિર મહેકી ઉઠયું હતુ. ન્યાયમંદિરમાં પ્રવેશતા દરેક જણા માટે કોરોનાની ગાઈડ લાઈન મુજબ પાલન કરાવવામાં આવ્યું હતું. સેનેટાઈઝ તેમજ માસ્ક પહેરીને આવવા સાથે સામાજીક દૂરીને ધ્યાન રાખવામાં વડોદરા બાર ઍસોસીઍશનના પ્રમુખ હસમુખ ભટ્ટ દ્વારા જણાવાયું હતું. સંક્રમણ ફેલાય નહી તેનું ધ્યાન રખાયું.
લાંબા વિરામ બાદ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ
રાજય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નું શૈક્ષણિક સત્ર સોમવારથી શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ સોમવારથી જ શાળા કોલેજોના ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શહેર જિલ્લાની ૯૦૦ થી વધુ પ્રાથમિક-માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે ૮ થી ૧૧ સુધી સમયગાળા દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ હતી. આ માટે તમામ શિક્ષકોઍ શાળામાં સમયસર પહોંચી ગયા હતા. અને પોતપોતાના વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસથી શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. મોટાભાગની શાળાઓમાં પ્રથમ દિવસે પેરેન્ટસ સાથે ઓનલાઈન શિક્ષણ અંગેની માહિતીઆપવામાં આવી હતી. ત્યારબાદ ૩૦થી ૪૦ મીનીટ સુધીના ઍક વિષય બાદ પાંચ મિનિટનો વિરામ આપવામાં આવ્યો હતો. ઓનલાઈન શિક્ષણ ને કારણે વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો છૂટી ગયો હોવાની શિક્ષકોને વિદ્યાર્થીઓને લખવા માટે પ્રેરીત કરવા જણાવાયું છે.
કુબેરભવનમાં દસ્તાવેજ નોંધણી માટે લોકો ઉમટ્યાં
કુબેર ભવનના છઠ્ઠા માળે છ માસ બાદ સબ રજિસ્ટ્રાર કચેરી પુનૅં ધમધમી ઉઠતાં અધિકારીઓ કર્મચારીઓમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. કોવિડ-૧૯ ગાઈડ લાઈન મુજબ પક્ષકારો પણ માસ્ક પહેરીને સોસિયલ ડિસ્ટન્સિંગ રાખીને દસ્તાવેજની નોંધણી કરાવવા મોટી સંખ્યામાં ઉમટી પડતા ધસારો જોવા મળ્યો હતો. ઍકંદરે કોરોનાને આંશિક મ્હાતઆવતા લોકોના વેપાર ધંધા રોજગાર અને રોજીરોટીની સમસ્યાઓ હળવી થશે તો પણ લાંબા અરસા સુધી ‘‘કોરોના’’ ની ધાક અને ખૌફ ઓસરતા વાર લાગશે.
સોમવારે સવારથી ચાર શહેરના નગરજનો રેશનકાર્ડ, આધારકાર્ડ આવકના દાખલા સહિતના કામોની અટકેલી કામગીરી માટે નર્મદા ભવન સ્થિત જન સુિવધા કેન્દ્ર પર ભારે ધસારો કર્યો હતો. કચેરી પુન: ખોલવાતા પ્રથમ િદવસે તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં આવ્યું હતું. મોટાભાગના લોકો આવકના દાખલા જ્ઞાતિના િરતરિવાજ દાખલા આધારકાર્ડ તેમજ રેશનકાર્ડ નામ દાખલ કરાવવા માટે આવ્યા હતા. કચેરીમાં રોશીયલ ડેન્લેટ તેમજ સેનેટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.પોતાના અટકી ગયેલા કામકાજને પૂરા કરવા માટે શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.