દેશભરમાં સિટી ઓફ બ્રિજ, સિટી ઓફ ગાર્ડનનું બિરુદ મેળવનાર સુરત એકમાત્ર સિટી છે, જે અભિનંદનીય છે. પણ આઇકોનિક ગાર્ડનની કમી છે. જે છે, તે પૂરતા મેંટેનન્સના અભાવે અને કર્મચારીઓની બેદરકારીને કારણે જર્જરિત છે. પ્રજાની સ્વચ્છંદતાને કારણે કચરા પેટી હોવા છતાં તેઓ ગમે ત્યાં ગંદકી કરે છે. હાલમાં જ સુરત મહાપાલિકાએ સુંદર ડ્રાફટ બજેટ રજૂ કર્યું. તેમાં કેટલાક ગાર્ડનોનું રિ-ડેવલપમેન્ટ અને કેટલાક નવા ગાર્ડનનો સમાવેશ છે. શહેરમાં બગીચા કેટલા છે, તે મહત્ત્વનું નથી, તે કેવા છે, એ મહત્ત્વનું છે. જેમ કે મૈસુરનું વૃંદાવન ગાર્ડન અને હાલમાં જ રિનોવેટ કરેલ ગિરગામ ચોપાટી, ઓપેરા હાઉસ પાસેનું ગાર્ડન તેનું લાઇટીંગ નયનરમ્ય છે.
તેવી જ રીતે મહારાષ્ટ્રનું સેગાંવનું ટોય ટ્રેન સાથેનું આનંદ સાગર ગાર્ડન છે. રોજનાં હજારો સહેલાણીઓ આવે, તેમ છતાં ત્યાં કચરાનું તણખલું પણ દેખાય નહીં. એ કર્મચારીઓની નિષ્ઠાને આભારી છે. એવા જ આઇકોનિક ગાર્ડનનો શહેરને જરૂર છે. મહાપાલિકા એવું આઇકોનિક ગાર્ડન બનાવે કે તે સહેલાણીઓથી ઉભરાય. દેશભરમાં સ્વચ્છતામાં નં. 1નું બિરુદ જળવાઇ રહે તે માટે બાગ-બગીચા પણ તેટલા જ અગત્યના છે. બાગ-બગીચાના કર્મચારીઓ તેમની ફરજનિષ્ઠાથી બજાવે તે માટે તેમના ઉપર ધાકની જરૂર છે. તો જ બાગોની સુંદરતા જળવાઈ રહેશે. પ્રજાએ પણ સ્વચ્છ સુરત સુંદર સુરતની ભાવના કેળવવી પડશે. તો જ નં. 1નું બિરુદ જળવાઇ રહેશે.
સુરત – એન. ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આખર વાત તો પ્રેમની છે
સમગ્ર સંસાર પરિવર્તન શીલ છે. ભારત દેશમાં અનેક પરિવર્તનો આવ્યા જેવાં કે વેલન્ટાઇન ડેનો દિવસ. વર્ષો પહેલા ભારતમાં ફેન્ડશિપ ડે ઉજવાતો ન હોતો. પાશ્ચિમાત્ય દેશના ગાઢ સંપર્કમાં આવ્યા ત્યારપર્યંત આપણી સંસ્કૃતિમાં વેલન્ટાઇનનો પગપેસારો થયો અને કોલેજ સમય પયંત યુવક અને યુવતિઓ એકત્ર થઈને ફ્રેન્ડશીપ 3 ઉજવવા લાગ્યા. વેલન્ટાઇન ડે એટલે હૃદયમાંથી પહેલા પ્રેમને પ્રિયપાત્ર સુધી વહેવડાવવાનો દિવસ. આપણા દિલની વાત અન્યના દિલને કહેવાનો દિવસ. પારકાને પોતાના બનાવવાનો દિવસ. સ્ત્રી પુરુષ વચ્ચેનું આકર્ષણ એ કુદરતી છે.
આજે તો પાશ્ચિમાન્ય સંસ્કૃતિ સાથે ફ્રેન્ડશિપ ડે સમગ્ર દેશોમાં ઉજવવામાં આવે છે. જેને પરિણામે હૃદયમાંથી ઉદ્દભવતો પ્રેમ સંબંધ બંધાતા લગ્નગ્રંથી રૂપે પણ પરિણામે છે. આથી વડિલોની ચિંતામાં ઓટ આપતી જાય છે. જોકે પ્રેમના અલગ અલગ સ્વરૂપ પણ હોય છે. બાળક યુવાવસ્થામાં આવતા વડિલોની સાથે ભાઇચારા તરીકેનો પ્રેમસંબંધ કેળવી શકે છે. આજે તો કવિ અને ગઝલકાર પોતાની કૃતિમાં પ્રણય પ્રણય કાવ્યો રચવામાં મશગૂલ થતા મશહૂર પણ થતા હોય છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.