Charchapatra

સુરતના નાગરિકો સહારા દરવાજા પર બેસહારા છે

આજે ગુજરાતનાં ગૃહમંત્રી સુરતથી છે છતાં સહારા દરવાજાની સમસ્યા ઘટવાનું નામ નથી લેતી. થોડી આગળ ચર્ચા કરીએ સહારા દરવાજા આગળ સ્મિમેર હોસ્પિટલ છે. થોડા આગળ વધો સરદાર માર્કેટ તરફથી પ્રવેશ કરતા સહારા દરવાજા પર પોંહચીએ ત્યાં ડાબી બાજુ મંદિરનો ચોરો પડેલો છે. વગર કામે ભીડ દૂર થાય અને સવાર સાંજ ભીડનો ભોગ બનતી જનતાને રાહતનો રસ્તો થાય. સુરત મેયર પોતાની ગાડીમાં બેસીને ભટારથી મોટા અને નાના વરાછા જતા હશે. ઓવરબ્રિજ પરથી નીકળી જવું સરળ છે.

પરંતુ હોસ્પિટલના કામ અર્થે જતા નાગરિકોને નીચેથી પસાર થવાનો વારો આવતો છે. આમ નાગરિકોને સહારા દરવાજાથી પસાર ન થાય તો હોસ્પિટલથી આગળ નીકળી જવું પડે. કોઈ પણ હિસાબે મુશ્કેલીનો સામનો કરીને હોસ્પિટલ જવાની નોબત સહારા દરવાજાની છે. આજુબાજુ કાપડ ઉદ્યોગ અને દુકાનો આવી છે. તે ભીડથી ભરેલો રસ્તો છે. એક બીજો સરળ માર્ગ હોસ્પિટલ સામેનું BRTS જંક્શન છે. ત્યાંથી આખો રસ્તો ખુલ્લો કરવો જોઈએ. અકસ્માત નાના મોટા કાયમ થતા રહે છે. જે સેવકો સુવિધા ઉભી કરવા માટે ચૂંટેલા છે SMC કોર્પોરેશન સભ્યો વડાપ્રધાન સાથે બેનરમાં દેખાય છે પણ મેદાન લેવલ પર ગાયબ છે. હવે ગુજરાતના નાગરિકોએ સમજદારી પૂર્વક નિર્યણ લેવાનો સમય આવી ગયો છે.
પાલ, સુરત     – હરીશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top