કેનેડા: યુએસ-કેનેડા બોર્ડર (US-Canada Border) કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે બરફની ચાદરમાં મૃત્યુ પામનાર ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં ડીંગુચા ગામનો પટેલ (Patel) પરિવાર હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પરિવારની ઓળખ માટે DAN ટેસ્ટ કરવામાં આવશે. તથા પોલીસ દ્વારા ગામના સરપંચ પાસેથી મતદાર યાદીમાં આ પરિવારના નામની પુષ્ટિ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેનેડા યુએસ બોર્ડર પર મૃત્યુ પામેલા પટેલ પરિવારની કેસની તપાસ CIDને સોપવામાં આવી છે.
ઝૂ મીટિંગ એપના માધ્યમથી ગુજરાતીઓએ આપી હતી મૃતકોને શ્રદ્ધાંજલિ
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ચારેય જણની ઓળખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેમના મૃતદેહને કેનેડાથી કલોલ લાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. કેનેડા પોલીસે ચાર મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે. તેમજ કેનેડામાં રહેતા તેમના સંગા સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. હવે ચારેય મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે પછી કેનેડામાં જ તેમની અંતિમવિધિ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. તેમજ કેનેડામાં રહેતા ગુજરાતીએઓ તેમના માટે વર્ચ્યૂઅલ પ્રાર્થના સભા યોજી હતી. જેમાં ગુજરાતના પટેલ સમાજના લોકોએ પણ ઝૂ મીટિંગ એપના માધ્યમથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.માં પણ તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ હતી.
ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલો એક ગુજરાતી પરિવાર (Gujarati Family) માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં મૃત્યુ (Death) પામ્યો હતો. મૂળ ઉત્તર ગુજરાતનો આ પરિવાર હોવાની માહિતી મળી હતી. ભારતના વિદેશમંત્રી એસ. જ્યશંકરે (Indian Foreign minister s. jayshankar) અમેરિકા (America) સાથેની કેનેડાની સરહદ પર 4 ભારતીયોના મોતની નોંધ લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૂળ ઉત્તર ગુજરાતના એક પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. જેમાં મૃતકોમાં પતિ-પત્ની સાથે તેમના સંતાનોમાં 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો સામેલ હતો.
ચાર મૃતદેહ મળતા સ્થાનિક એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. એજન્સીઓએ ફ્લોરિડાના (Florida) વતની મી શાંદ નામના એક વ્યક્તિની આ કેસમાં ધરપકડ (Arrest) કરી હતી. આ વ્યક્તિ એક માનવ તસ્કરી એજન્ટ હોવાનું કહેવાય છે. એજન્ટ કુલ 7 ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવા પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. આ એજન્ટે ભારતીયો પાસે કેનેડામાં ઘુસવા માટે મોટી રકમ લઈ ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા (Student visa) આપ્યા હોવાની માહિતી મળી હતી. કેનેડા પોલીસ માનવ તસ્કરીના આ કેસમાં તપાસ કરી રહી છે.