આજે જે 60-70 વર્ષના છે તે જરૂર કહેતા હશે કે આપણા જમાના સાથે આજની પેઢીનાં બાળકોની સરખામણી કરીએ તો તો એમાંનું ભાગનું બાળપણ એમના બસમાં નથી. સવારથી તે રાત્રે સૂવે ત્યાં સુધી એક બાળ મજૂર જ (શિક્ષણ વિષયક) કહેવો પડે એના મનમાં શું છે એ તો એ બિચારો બોલી જ નથી શકતો કોઇ મોટા અધિકારી કરતાં પણ વધારે એના માતે જાણે ભણવાની જવાબદારી થોપી દેવાય છે.
કામના કલાકો જો ગણવા જઇએ તો ઊંઘ કે આરામને તો નેવે જ ચઢાવી દેવી પડે. આપણે એનો હિસાબ મૂકીએ તો સવારમાં 6 કલાકે ઉઠવાનું ચાન નાસ્તો, સ્નાન દૈનિક ક્રિયાઓ પતાવી પોતાના વજન કરતાં વધુ વજનની બેગ પીઠ પાછળ લટકાવીને વેનમાં ઘેટાં બકરાની જેમ પૂરાઈને જવાનું સ્કૂલે પહોંચે એટલે શૈક્ષણિક તાલીમના બીજા 4 થી પાંચ કલાક, ઘરે રિર્ટન થવુ, ખાધુ ન ખાધુને વળી પાછી ટયુશનની પળોજણ એમાંથી નવરા પડો એટલે હોમ વર્ક કરવાનું એ દરમ્યાન આંખમાં ઊંઘ તો હોય જ પરંતૂ પરાણે એને રોકી રાખવાની અને કયારેક તો બિચારૂ લખતાં કે વાંચતા વાંચતા જ હાથમાં બૂક સાથે સૂઇ જાય. જોઈને આપણી આંખમાં પણ આંસુ જ આવી જાય.
આજની શિક્ષણ પ્રણાલી કયાં જઇ રહી છે એનો સાચો અંદાજ જયારે રાત્રીના સમયે ઊંઘટું બાળકને જોઈએ ત્યારે કામના કલાકોમાંથી મુક્તિ મેળવી ને સૂતેલો જીવ. પણ ચહેરો એ જરૂર બતાવે કે એ પૂરતી ઊંઘ પણ એને નસીબ નથી સવારે પડેને એ જ પાછી પળોજણ શારિરીક માનસિક બન્ને રીતે કમજોરી પડી જતો બાળક ફરિયાદ કરે તો પણ કયાં કરે? ફરિયાદ બૂક જેવું જો કંઇ હોય તો બાળકની ફરીયાદનો ઢલો થઇ જાય અને ફરિયાદનું નિવારણ કરના આખે આકો ઢંકાઈ જાય. આ અંગે શિક્ષણવિદો, સુધારાવાદીઓ બાળકોના હિત ચિંતકો ભેગા મળી સમસ્યાનો ઉકેલ લાવે એ અત્યારના સમયની બાળકોની તાતી જરૂરિયાત છે કે ભાર વિનાનું ભણતર મારો જન્મસિદ્ધ અધિકાર કોઇકે તો પહે કરવી જ રહી.
સુરત – નીરૂ આર. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે