Gujarat

મહાત્મા મંદિર ગાંધીનગરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરીક્ષણ મુલાકાત લઇને ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકાર દ્વારા અહીં ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત જાત માહિતી મેળવી હતી. આ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડસ , ટ્રાયેજ એરીયા, ઓક્સીજન પ્લાન્ટ સહિતના વિભાગો નિહાળ્યા હતી.

વિજય રૂપાણીએ કહ્યું હતુ કે હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં રિવર્સ ટ્રેન્ડ- ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. એપ્રિલ મહિનામાં 14 હજાર જેટલા કેસ પ્રતિદિન આવતા હતા તે ઘટીને ગઇકાલે 2500 જેટલા થઇ ગયા છે આમ છતા કોરોના ગયો નથી.તેની પૂરેપૂરી સતર્કતા સાથે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર એલર્ટ-સચેત છે. આપણે જો જરૂરિયાત ઉભી થાય તો માત્ર 24 કલાકમાં જ મહાત્મા મંદિર ખાતેની આ સંપૂર્ણ સુવિધાઓ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સક્ષમ અને સજ્જ છીએ.

રાજ્ય સરકારે બાળરોગ નિષ્ણાંત તબીબો, હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડસ, વધારાનાબેડ, ઓક્સિજન, દવાઓ, ઇન્જેકશન વગેરે માટે કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોના આધારે સારવાર વ્યવસ્થાની આવનારી સંભવિત ત્રીજી લહેર માટે પણ તૈયારી કરી છે. આ અંગેનો એક્શન પ્લાન પણ આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ જાહેર કરાશે.

વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની કોઇ કમી ન રહે તે હેતુસર ગુજરાતમાં ૩૦૦ ટન પી.એસ.એ. એટલે કે સીધા હવામાંથી ઓક્સિજન મેળવવાના પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top