અત્યારે ઠંડી-ઠંડી શિયાળાની સવારમાં તમે ઘરની બહાર ડોકિયું કરશો તો તમને હેલ્થ કોન્સિન્શ્યસ સુરતીઓ વૉકિંગ-જોગિંગ કરતા જોવા મળશે. જોકે હવે તો જિમનો જમાનો છે એટલે સવાર જ નહીં બપોરે સાંજે અને રાત્રે પણ યંગસ્ટર્સ જિમમાં વિવિધ વર્કઆઉટ્સ કરતા જોવા મળે છે. જુના જમાનામાં બાવડેબાજ શરીર બનાવવા માટે યુવકો અખડામાં અંગ કસરત કરતા અને દંડ બેઠક, મલખમ, લાઠી દાવ આદી શીખતાં પણ પછી જમાનો આવ્યો જિમનો. જોકે થોડા વર્ષ પહેલાના જિમમાં કસરતના સીમિત સાધનો રહેતા અને વળી કમ્ફર્ટેબલ સાધનો નહીં હોવાથી અને એક જ ઘરેડના વર્ક આઉટથી લોકો બોર થઈ જતા પણ જેમ જેમ લોકોમાં વર્ક આઉટ પ્રત્યેનું આકર્ષણ વધ્યું તેમ જિમ અદ્યતન બન્યા સાથે સાથે વર્ક આઉટ કરનાર બોર નહીં થાય તે માટે જિમમાં મનોરંજન પીરસવાનું શરૂ થયું છે. લોકોનું જિમ પ્રત્યેનું આકર્ષણ કેમ વધ્યું ? લોકો જિમમા વર્ક આઉટ માટે તગડી ફી કેમ આપે છે? મોડર્ન બનેલા જિમમાં લાઈવ DJની સુવિધા કેમ અપાય છે તે આપણે અહીં જાણીએ…
એજ, મેડિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને વર્ક આઉટ નક્કી કરવું જોઈએ: અનિતા સિંહ
ફિટનેસ ડિરેકટર અને કલબ જનરલ મેનેજર અનિતા સિંહે જણાવ્યું કે લોકોએ એક્સપર્ટ ગાઇડન્સ હેઠળ જ વર્કઆઉટ કરવું જોઇએ. જેથી તમને કોઇ શારીરિક તકલીફનો સામનો નહીં કરવો પડે. બોડી િબલ્ડર્સ અને બોલિવુડના એક્ટર-એક્ટ્રેસીસથી ઇમ્પ્રેસ થઇ વર્કઆઉટ કરવંુ એ ભૂલ ભરેલુ઼ં છે કેમ કે બધાની ફિઝીકલ કંડીશન અલગ હોય છે. લોકો હેલ્થને લઇને અવેર થયા છે. આજના ફૂડ હેબીટ્સના કારણે હવે એવું માનતા થયા છે કે ભવિષ્યમાં દવાઓમાં ખર્ચ કરવા કરતાં આજે જીમમાં વર્કઆઉટ પાછળ ખર્ચવું શુ઼ ખોટું છે. એટલે ખર્ચ કરવામાં અચકાતા નથી.
હવે અદ્યતન જિમના સાધનો કેટલી કેલરી બર્ન થઈ કેટલા સ્ટેપ્સ ચાલ્યા તે બતાવે છે
હવે જમાનો બદલાતા હાઇ એન્ડ જીમનું કલ્ચર આવતાં ઘણા સાધનો બદલાયા છે. જેમાં ઇલેકટ્રીક ટ્રેડમિલ કેલેરી કાઉન્ટ તો બતાવે જ છે. સાથે તેમાં હજારો પ્રોગામ ઇન્બીલ્ટ હોય છે. જેના પર હવે ચાલવુ, દોડવું ઘણુ સરળ થયું છે. સાથે BMI મશીન પણ જોવા મળે છે. કાર્ડિયોના બીજા ઘણા ઇક્વિપમેન્ટ્સ જેમ કે સ્ટેપર, અપગ્રેડેડ સ્ટેપર, સાયકલિંગ, રોઇંગ, એલેપ્ટિકલ આ સાધનો ટેકનોલોજીથી એટલા સજ્જ હોય છે કે તે વાઇફાઇ, બ્લૂટૂથથી કનેક્ટ થાય છે તેમાં એક્સરસાઇઝ સાથે એન્ટરટેઇન્મેન્ટની સુવિધા પણ લઇ શકાય છે. વર્ચ્યુઅલ ગેમીંગની જેમ એપનો ઉપયોગ કરી વર્કચ્યુઅલ વર્કઆઉટ ફોરેન રહેતા લોકો સાથે કરી શકાય છે. જીમ ઇક્વિપમેન્ટ ઉપરાંત પીલાટેસ, ફંકશનલ ટ્રેનિંગ, કેલેસ્થેનીક, એરોબિક્સ આદી એક્સરસાઇઝ તમે કરી શકો છો. એક્સરસાઇઝ સાથે વિવિધ સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ પણ ક્લબ અને જીમ કલ્ચરનો હિસ્સો બની ગયા છે. સાથે જ હવે તો ટ્રેડ હાઇપર જેવા ઇક્વિપમેન્ટ્સે ફિટનેશ ફિક્સ મન જીતી લીધું છે.
20 વર્ષમાં ફિટનેસ કલ્ચરનો બદલાયો ટ્રેન્ડ
20-25 વર્ષ પહેલાં લોકો માનતા કે જિમમાં ફેટી વ્યક્તિએ વજન ઉતારવા જવું જોઈએ. ઘરનું કામ કરો તો જિમમાં જવાની જરૂર નથી. બહુ બહુ તો લોકો વૉકિંગ કરવાનું પ્રીફર કરતા. તે સમયે જિમમાં ટેકનોલોજી ઓછી હતી. તે વખતે મેન્યુઅલ ટ્રેડમીલ હતાં. તેમાં કેલેરી કાઉન્ટ નહીં થતું હતું. લોખંડના ડમ્બેલ્સ હવે રબરના ડમ્બેલ્સ બન્યા છે. જે વિવિધ રંગમાં મળે છે અને દેખાવમાં પણ આકર્ષક હોય છે. તે વખતના જીમમાં ટ્રેડમીલ, સાઇકલ જેવા ઇક્વિપમેન્ટ સાથે સ્ટીક એક્સરસાઇઝ થતી.
ટ્રેનર સર્ટિફફાઇડ કોર્સ કરેલા હોય છે: દીપેનભાઈ પટેલ
સિનિયર હેડ ફિટનેસ કોચ દીપેનભાઇ પટેલે જણાવ્યું કે પહેલાં જે લોકો જિમમાં વર્કઆઉટ માટે જતાં તે જ પછી થી ટ્રેનર બની જતાં ત્યારે વર્કઆઉટનું સાધારણ નોલેજ હોય તો ચાલી જતું. કોચીઝ માટે હવે વર્કઆઉટનું ક્વોલિફિકેશન લેવુ જરૂરી બન્યું છે. K-11 તથા ACSM જેવા બેઝીક કોર્સીસ જે પહેલા મુંબઇમાં થતા હતા તે હવે સુરતમાં પણ કરી શકાય છે. જેમાં પ્રેક્ટિકલ અને થીયરી બંનેનું જ્ઞાન મળે છે. ઘણા કોચીસ ફીઝીકલ કોચીસ સાથે ન્યુટ્રીશીયન પણ કોર્સ કરે છે. હવે મોર્ડન જીમમાં ઇનહાઉસ ડાઇટેશ્યનની ફેસેલીટી પણ ઉપલબ્ધ રહે છે. કોમ્પીટીશન વધતા જીમ ચાર્જિસ ઘટ્યા છે. પણ લોકોમાં ફિટનેસની અવેરનેસ વધવાને કારણે પર્સનલ ટ્રેનીંગના રેટ વધ્યા હોવા છતાં લોકા એ આપતા પણ ખચકાતા નથી.
બૉલીવુડ સેલિબ્રિટી, ફિટનેસ અવેરનેસ અને અમુક લોકો દેખાદેખીને કારણે જિમ તરફ વળ્યા: યેશા કોન્ટ્રાકટર શાહ
જિમ એકઝયુકીટિવ કમિટી મેમ્બર યેશાબેન શાહે જણાવ્યું કે હવે સુરતીઓ ફિટનેસ પ્રત્યે ખાસ્સા અવેર થયા છે. વળી કોઈ એક જિમ જોઈન કરે તો બીજા તેની દેખાદેખીએ જિમ તરફ વળે છે. વળી બૉલીવુડ સેલિબ્રિટીને સ્લીમ અને ટ્રિમ જોઈને તેમના જેવા બોડી શેપ મેળવવા અને બોડી બિલ્ડરના એબ્સથી ઈમ્પ્રેસ થઈ જિમ પ્રત્યેનું દોટ મુકે છે. લોકો જંકફૂડ વધારે ખાતા થયા છે એટલે ફેટને બર્ન કરવા પણ જિમ તરફનું વલણ વધ્યું છે. મેરેજ થવાના હોય ત્યારે વેટ લોસ માટે પીટી લે છે. વળી ફોટોશૂટ કરાવવા કોઈ ફંકશન માટે સ્લીમ થવા ટેમ્પરરી પીટીનો પણ ટ્રેન્ડ છે.
ડાયટિશ્યન અને ફિઝીયોથેરાપિસ્ટ હોય છે
ઇન હાઉસ ડાયટેશિયન અને ફિઝીયોથેરાપિસ્ટ પણ જીમમાં અવેલેબલ હોય છે. જેના પોપર ગાઇડન્સ થકી બેલેન્સ ડાયેટ સાથે વેટલોસ શક્ય બને છે. સાથે જ વર્કઆઉટ કરતા કોઇ ઇન્જરી થાય તો ફીઝીયોથેરાપિસ્ટ તત્કાલ રાહત કરાવી આપતા હોય છે.
ઇકવિપમેન્ટ્સને ટક્કર મારે છે ફંક્શનલ ટ્રેડિંગ
પહેલાંના જિમમાં આવી કોઈ સુવિધા નહીં હતી પણ મોર્ડન જિમમાં ઇકવિપમેન્ટ નહીં ગમતા હોય તો કેટલબેલ, મેડીસીન બોલ, વોલબોલ, સ્કીપીંગ રોપ, ટાયર, રોપ વર્ક આઉટ મ્યુઝીકના સથવારે કરી શકાય છે.
લાઈવ DJ સાથે વર્ક આઉટ
હવેના આધુનિક બનેલા જિમમાં વર્ક આઉટ કરતી વખતે કંટાળો નહીં આવે તે માટે લાઈવ DJમાં વર્ક આઉટ કરનારના મૂડ પ્રમાણે ડીજે મ્યુઝિક વગાડે છે. ટીવી સ્ક્રીન પર મનગમતા પ્રોગ્રામ એક્સરસાઇઝ કરતા કરતા જોઈ શકાય છે. જિમમાં લાઈવ ડીજેનો ટ્રેન્ડ છેલ્લાં 3-4 વર્ષથી જોવા મળે છે. એનાથી એક્સરસાઇઝ કરવાનો જોશ મળે છે.