ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર આયોજિત કરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ PCBએ ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્રોફી પ્રવાસ અંગેની એક પોસ્ટ શેર કરી હતી. પીસીબીએ લખ્યું હતું કે ટૂર 16 નવેમ્બરે ઈસ્લામાબાદથી શરૂ થશે. આ પછી તે ઘણા શહેરોમાંથી પસાર થઈને PoKના સ્કાર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ પણ જશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 14 નવેમ્બરની સાંજે જાહેરાત કરવામાં આવી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 14 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચશે. આ પછી ટ્રોફીને 16મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી સમગ્ર પાકિસ્તાનમાં લઈ જવામાં આવશે. PCBએ તેના સોશિયલ મીડિયા પર આ મામલાની માહિતી આપી હતી. જ્યાં તેણે કહ્યું છે કે ટ્રોફી સ્કાર્દુ, મર્રી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. આ ચાર સ્થળોમાંથી માત્ર મર્રી પાકિસ્તાનનો ભાગ છે. આ સિવાય ત્રણ અન્ય સ્થળો સ્કાર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoKમાં આવે છે.
પાકિસ્તાને આની જાહેરાત કરતાની સાથે જ બીસીસીઆઈએ પોતાનો વાંધો ઉઠાવ્યો અને આઈસીસીએ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટ્રોફીને કોઈપણ વિવાદિત જગ્યાએ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ પગલાથી ભારત સહિત ટીમ ઈન્ડિયાના પ્રશંસકો વધુ ગુસ્સે થયા છે પરંતુ બીસીસીઆઈએ સમયસર આઈસીસીને આ અંગે જાણ કરી અને પાકિસ્તાનને આવું કરતા અટકાવ્યું હતું.
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે પાકિસ્તાન તૈયાર થઈ જાઓ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કાર્દુ, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. 16-24 નવેમ્બર દરમિયાન ઓવલ ખાતે 2017માં સરફરાઝ અહેમદ દ્વારા ઉઠાવવામાં આવેલી ટ્રોફીની એક ઝલક જુઓ. હવે ICCની કાર્યવાહી બાદ પાકિસ્તાન સ્થળ બદલી શકે છે.
ICCએ BCCIને પૂછ્યું- ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનું કારણ આપો
બીજી તરફ ICC એ ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ન મોકલવા પર BCCI પાસે લેખિત જવાબ માંગ્યો છે. પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર PCBએ ICCને વિનંતી કરી છે કે તેઓ તેમને ભારતના જવાબની નકલ આપે.