નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ), રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (આરડીએ) સહિત ડૉક્ટરોના ઘણા સંગઠનો દ્વારા આપવામાં આવેલી દેશવ્યાપી હડતાળની અસર દેખાવા લાગી છે. કેન્દ્ર સરકારે આ મામલે સક્રિયતા દાખવી છે અને ડોક્ટરોને વહેલી તકે કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે સરકારી હોસ્પિટલોની FORDA, IMA અને RDA દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલય તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરી રહ્યું છે. આ સમિતિ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા અંગેના તમામ સંભવિત પગલાઓની વિગતો આપશે.
આ સમિતિને સૂચનો આપવા માટે વ્યક્તિગત પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારો પણ આવકાર્ય છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મંત્રાલય વિરોધ કરી રહેલા ડોકટરોને જાહેર હિતમાં કામ પર પાછા ફરવાની અપીલ કરે છે.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજની ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટના બાદ દેશભરના ડૉક્ટરો ગુસ્સામાં છે. ભારત મેડિકલ એસોસિયેશન (IMT) ને દેશવ્યાપી હડતાલની જાહેરાત છે, જેના પગલે આજે સવારથી દેશભરના તબીબો કામકાજથી અળગા રહ્યાં છે. જેની વ્યાપક અસર જોવા મળી રહી છે.