National

મ્યુકોર્માઇકોસિસને મહામારી જાહેર કરવા રાજ્યોને કેન્દ્ર્નો નિર્દેશ

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને વિનંતી કરી છે કે તેઓ કાળી ફૂગ અથવા મ્યુકોર્માઇકોસિસ ( myucormicosis) ને એપિડેમિક ડિસીઝ એક્ટ, ૧૮૯૭ હેઠળ એક નોટિફાયેબલ ડિસીઝ બનાવે, જેણે જણાવ્યું હતું કે આ ચેપ એક લાંબી મોર્બિડિટી લાવે છે અને કોવિડ-૧૯ ( covid 19) ના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે.

મંત્રાલયે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં એક નવો પડકાર મ્યુકોર્માઇકોસિસ નામના એક ફૂગના ચેપના પ્રકારમાં ઉદભવ્યો છે અને તે કોવિડ-૧૯ના દર્દીઓમાં ઘણા રાજ્યોમાં દેખાઇ રહ્યો છે, ખાસ કરીને તેમનામાં કે જેઓ સ્ટિરોઇડ થેરાપી ( Steroid therapy) પર હોય અને જેમને ઘણી સુગર રહેતી હોય તેવા કોવિડના દર્દીઓમાં આનું પ્રમાણ વધારે દેખાઇ રહ્યું છે. આ ફંગલ ઇન્ફેકશન એક લાંબા સહજોખમ અને કોવિડ-૧૯ના દર્દીઓમાં મૃત્યુદરમાં વધારા તરફ દોરી જાય છે એ મુજબ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે પત્રમાં જણાવ્યું છે.

તમને વિનંતી કરવામાં આવે છે કે મ્યુકોર્માઇકોસિસને રોગચાળા ધારા, ૧૮૯૭ હેઠળ જાહેર કરવા પાત્ર રોગ બનાવવામાં આવે, જેમાં તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સવલતો, તબીબી કોલેજો મ્યુકોર્માઇકોસિસના સ્ક્રીનિંગ, નિદાન અને વ્યવસ્થાપનની આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓને અનુસરશે. અને આ તમામ સંસ્થાઓ માટે તે ફરજિયાત બનાવો કે તેઓ આ રોગના તમામ શંકાસ્પદ અને કન્ફર્મ્ડ કેસોની જાણ આરોગ્ય વિભાગને ડિસ્ટ્રિક્ટ લેવલના ચીફ મેડિકલ ઓફિસર મારફતે જાણ કરે અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ(આઇડીએસપી) સર્વેલન્સ સિસ્ટમને આનો અહેવાલ પહોંચાડવામાં આવે એ મુજબ આ પત્રમાં જણાવાયું હતું.

જિંદગી બચાવવા કેન્દ્ર તાકીદે ઇન્જેક્શનો આયાત કરે: દિલ્હી હાઇ કૉર્ટ, છ લાખનો ઓર્ડર અપાયો છે: માંડવિયા
દિલ્હી વડી અદાલતે આજે કેન્દ્રને જણાવ્યું કે આપણે વધુ જિંદગીઓ ગુમાવીએ એ પહેલાં કેન્દ્ર કાળી ફૂગની સારવાર માટેના એમ્ફોટેરિરિસિન બી ઇન્જેક્શનોની તીવ્ર અછત છે એને પૂરે કરવા દુનિયામાં જ્યાં મળતા હોય ત્યાંથી આયાત કરે. આ બાજુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ભારતીય કંપનીઓએ 6 લાખ વાયલ્સનો ઓર્ડર આપ્યો છે. તંગીની કટોકટી જલદી ઉકેલાઇ જશે.
મહારાષ્ટ્રમાં હાલ આ વ્યાધિ મોટી ચિંતામહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વડા પ્રધાનને કહ્યું કે રાજ્યમાં આ રોગ હાલ મોટી ચિંતાની બાબત છે અને દવાઓના વધુ સપ્લાયની જરૂર છે. રાજયને દોઢથી બે લાખ ઇન્જેક્શનો જોઇએ છે ને હજી કેન્દ્ર તરફથી 16000 જ મળ્યા છે.

હરિયાણામાં 8નાં મોત, હિમાચલમાં પણ દેખાયો
મ્યુકોર્માઇકોસિસથી હરિયાણામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 316 કેસ નોંધાયા છે. હિમાચલમાં પણ આ રોગ દેખાયો છે.

પટણામાં સફેદ ફૂગનો રોગ, કોરોના જેવા જ લક્ષણો
પટણામાં વ્હાઈટ ફંગસના 4 દર્દી મળ્યા છે. આ ફૂગ ફેફસાને અસર કરે છે. લક્ષણો કોરોના જેવા હોય છે અને આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે. એચઆરસીટીમાં પણ કોરોના જ લાગે પણ એન્ટી ફંગલ દવાઓથી સારા થયા.

Most Popular

To Top