‘કોઈનો પ્રેમ ઓછો નથી હોતો આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.’અને આ આપણી અપેક્ષા …આપણા સુખ કે આપણા દુઃખનું મૂળ બને છે. નવા ઘરના ડેકોરેશનનું કામ ચાલુ હતું.બધાં જ દોડાદોડી કરી રહ્યાં હતાં,ઘરમાં સજાવવા માટે ફૂલ લાવવામાં આવ્યાં અને ચારે બાજુ સુંદર ગુલદસ્તા સજાવવામાં આવ્યા હતા.સુંદર ફૂલદાની તાજાં ફૂલોથી શોભતાં હતાં.ઘરના રસોડામાં પણિયારે મૂકવા નવું માટલું પણ લાવવામાં આવ્યું હતું.
સુંદર રીતે આખું નવું ઘર સજાવવામાં આવ્યું, પૂજા કરવામાં આવી, મહેમાનો આવ્યાં,નવા ઘરની વાસ્તુ પૂજા સરસ રીતે સંપન્ન થઇ…પ્રસંગ પૂરો થયો ,બધાં થાકી ગયાં હતાં. વાતો કરતાં સૂઈ ગયાં. બીજે દિવસે સવારે, પાણી ભરતાં નવું માટલું ફૂટી ગયું. બધાં નોકરાણીને ખીજાવા લાગ્યાં..અરે નવું જ ડિઝાઈનર પેન્ટિંગ કરેલું મોંઘુ ૭૦૦ રૂપિયાનું માટલું હતું. બે ત્રણ વર્ષ ચાલત અને તે પહેલે દિવસે જ તોડી નાખ્યું.બધાંનાં મન દુઃખી થઈ ગયાં. આ બધું સાંભળી રહેલાં દાદી બોલ્યાં, ‘‘ચાલો, હવે આ ચારે બાજુ સજાવેલાં ફૂલો અને તોરણો કરમાઈ ગયાં છે તે કરમાયેલાં ફૂલોને સાચવીને મૂકી દઈએ!’’ આ સાંભળી બધાં એકસાથે બોલી ઊઠ્યાં, ‘અરે, દાદી, કરમાયેલાં ફૂલોને શું કામ સાચવવાં છે…હવે તો કચરામાં જ ફેંકવાના છે.’’
દાદીએ કહ્યું, ‘‘આ હજારો રૂપિયાનાં ફૂલોની સજાવટ એક જ દિવસમાં કરમાઈ ગઈ છતાં આપણને દુઃખ નથી થતું અને હા માત્ર ૭૦૦ રૂપિયાનું માટલું તૂટી ગયું તો આટલો બધો ગુસ્સો અને દુઃખ? આમ કેમ?’’ કોઈ કંઈ બોલ્યું નહિ. કારણ દાદીના આ સવાલનો કોઈ પાસે જવાબ ન હતો. દાદી જ આગળ બોલ્યાં, ‘હું જ કહું આમ થવાનું કારણ છે ‘આપણી અપેક્ષા’…..આપણું મન પહેલેથી જ જાણે છે કે આ હજારો રૂપિયાનાં ફૂલો કાલે જ કરમાઈ જશે…પણ આ ૭૦૦ રૂપિયાનું માટલું તો બે ત્રણ વર્ષ ચાલશે તેવી અપેક્ષા તેની સાથે જોડાયેલી છે તેથી આપણને તે તૂટી ગયું તેનું દુઃખ થાય છે.’’
દાદી આગળ બોલ્યાં, ‘‘જુઓ, આ વાતમાં એક જીવનની સમજ છે એટલે હું તમને ઊંડાણથી સમજાવવા માંગું છું.આવું આપણા જીવનમાં ડગલે ને પગલે થશે.ફૂલો તરફથી લાંબા સમય સુધી ટકવાની અપેક્ષા ન હતી તેથી દુઃખ ન થયું અને માટલા તરફથી હતી તેથી દુઃખ થયું.આ જ રીતે જીવનમાં જે તરફ ,જેના તરફ વધુ અપેક્ષા રાખીશું તે તરફથી વધુ દુઃખ મળશે.જેટલી અપેક્ષાઓ ઓછી એટલું દુઃખ ઓછું. આ જીવનનું સત્ય સમજવા જેવું છે.’’દાદીએ સુંદર સમજ આપી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.