અહીંયા મારો સ્વાનુભવ વર્ણવું છું. સાલ છે સને 1984થી 1990 સુધી. ધો. 10માં એ સમયે પ્રારંભિક વિદ્યુત વિદ્યા બહુવિધ ઉપયોગી વિજય કાર્યરત હતો. જે ધો. 10 અને પછી ધો. 11-12 ઇલેકટ્રીક ગેઝેટ રૂપે (સા. પ્રવાહમાં) શીખવાતો એને કારણે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બની પોતાના ઘરનું કામકાજ તો અવશ્ય કરી શકતા હતા. પછી નવી શિક્ષણનીતિના નામે આ વિષય તેમજ એના જેવા બીજા વિષયોનું પણ બાળમરણ કરી નાંખવામાં આવ્યું જે પણ એસએસસી બોર્ડનાં પેપરો વડોદરામાં તપાસીને પરીક્ષકે કયા સ્થળે પ્રાયોગિક પરીક્ષા લેવા માટે જવું એના ઓર્ડર ત્યાં જ આપી દેવામાં આવ્યા. જેથી 10-12 દિવસની પિકનીક થઇ જતી. (મારા અંગત સ્વભાવ મુજબ) મારે મહત્તમ મહેસાણા જિલ્લા જવાનું થયું હતું. વિસનગર, બીલીમોરા (બે વખત) માણસા, વિજાપુર પરીક્ષાના સમયે સમયસર જે દિવસે શાળામાં હાજર થાઉં એમાં સૌથી મોટો પ્રશ્ન એ પૂછાય છે મારું સોલંકી (અટક) એમાં શી (ચી)નાતનાં છો! હું કહું કે માણસ જાતનો છું. પછી બહુ આગ્રહ રાખે એટલે કહેવું પડે કે અનુસૂચિત જાતિમાં (રોહિત) આવું છું. એટલા એમના ચહેરાના ભાવો બદલાઈ જાય. પરંતુ ન્યુ એચ.એસ.સી. બોર્ડના ફરમાન મુજબ મારે 6-7 દિવસ પરીક્ષા લેવાની હોય, મને કમને પણ વેઠવો જ પડે અને મારા સ્વાનુભવે પહેલા જ દિવસે હું એવું કામ કરું કે કોઇને કોઇ પણ ફરિયાદ રહે નહિ. જેથી ચમત્કાર વિના નમસ્કાર નહિ એમ વ્યવહાર બદલાઇ જાય. હું આ દરમ્યાન કોઇની શાળામાં રહ્યો નથી. નજીકના અનુ. જાતિ મિત્રોના ઘરે રહીને આવાગમન કરતો હતો, જેથી હું કોઇની શેહશરમમાં આવ્યો નહોતો. હાલમાં આપણા પી.એમ. મોદી બે મોઢાની વાત કરે છે કે મારી જ્ઞાતિ જોયા વિના મને સતત જીતાડયો છે એ ગુજરાતમાં દલિતો ઉપર અવારનવાર ઘણા અત્યાચારો આચરાતા વાંચ્યા છે. ત્યારે કયા કરવા ગયાતા? જરા સમજાવશો? આ સમાચાર પત્રમાં વાંચીને આ લખવાની જરૂરત વર્તાઈ કે જાતિવાદનો કારસો પાછલે બારણેથી કેવો ઘડાઇ રહ્યો છે? જો મોત સે ડરતા હૈ વો બાર બાર મરતા હૈ, જો મોતસે નહીં ડરતા વો એક હી બાર મરતા હૈ! સમજે કયા!
ચીખલી – કિરીટ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લગ્નવ્યવસ્થાને લૂણો
ફરી એક વાર લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. લગ્નો ખર્ચાળ થતાં જાય છે. તેમાં ઉમેરાયેલું વધુ એક છોગું એટલે પ્રિ- વેડીંગ ફોટો શૂટ. જેટલી તૈયારી લગ્નમાં દેખાડો, દેખાદેખી પાછળ થાય છે તેટલી તૈયારી કદાચ સપ્તપદીનાં વચનો સમજવામાં, નિભાવવામાં થાય તો કદાચ આ તૂટતી જતી લગ્નવ્યવસ્થાને રોકી શકાય. લગ્નમાં સંલગ્ન થઈ શકાય. શિક્ષણના વ્યાપારીકરણની સાથે સાથે લગ્નનું પણ વ્યાપારીકરણ થતું જાય છે. સ્ત્રી કમાતી હોય તો એના પર પહેલી પસંદગી ઉતારવામાં આવે છે અને રસોઈ કળા તો એનામાં ઈનબિલ્ટ હોવી જ જોઇએ.યુવતીઓ ઉચ્ચ શિક્ષણ લેતી થઈ, કમાતી થઈ છે તેમ મોડાં લગ્નનું ચલણ વધ્યું છે. જે પુરુષો સ્ત્રીની આર્થિક જવાબદારી નથી લેતાં તેઓનું એકલાં રહેવાનું અને છૂટાછેડાનું પણ પ્રમાણ વધ્યું. લગ્નજીવનમાં એકબીજાનાં પૂરક બનવા કરતાં, પોતે અપૂર્ણ હોય છતાં સામી વ્યક્તિમાં પરફેકશન શોધવાની માનસિકતાએ લગ્નવ્યવસ્થાને લૂણો લગાડયો છે.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.