નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. સુપર 8ની હરિફાઈ શરૂ થઈ ગઈ છે. સુપર 8ની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અમેરિકાને જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આજે તા. 20 જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. મેચ પહેલાં પત્રકાર પરિષદમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ ગુસ્સે ભરાયા હતા.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સુપર-8માં ભારતે પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 20 જૂન આજે ગુરુવારના રોજ કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉનમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અફઘાનિસ્તાન બાદ ભારતીય ટીમને સુપર-8માં પણ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો પડશે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એક પત્રકારે રાહુલ દ્રવિડને એવો સવાલ પૂછ્યો જેના લીધે દ્રવિડ ગુસ્સે થઈ ગયો હતો. રિપોર્ટરે પૂછ્યું કે એક ખેલાડી તરીકે તમારી પાસે આ મેદાન પર 1997ની ટેસ્ટ મેચની યાદો છે.
તેના પર દ્રવિડે કહ્યું, દોસ્ત તમારો ખૂબ ખૂબ આભાર. મારી પાસે અહીં કેટલીક વધુ યાદો પણ છે. તેના પર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મારો સવાલ છે. શું આ તમારી નવી અને સારી યાદો બનાવવાની તક છે? તેના પર દ્રવિડે કહ્યું, હે ભગવાન! હું કંઈપણ નવું બનાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી.
1997ની તે ટેસ્ટ મેચમાં શું થયું હતું?
તમને જણાવી દઈએ કે માર્ચ 1997માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કેન્સિંગ્ટન ઓવલ બ્રિજટાઉનમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. તે ટેસ્ટ મેચમાં રાહુલ દ્રવિડે 78 અને 2 રન બનાવ્યા હતા. જો કે ભારતીય ટીમ તે મેચ 38 રને હારી ગઈ હતી. તે ટેસ્ટ મેચમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 319 રન અને બીજા દાવમાં 81 રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 298 અને 140 રન બનાવ્યા હતા.
દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં બોલિંગ વિકલ્પ અંગે શું કહ્યું?
દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું બોલિંગ વિકલ્પ અંગે વાત કરતાં કહ્યું હતું કે, કોઈને પણ ટીમની બહાર રાખવું મુશ્કેલ છે. ન્યૂયોર્કમાં ફાસ્ટ બોલરો માટે સંજોગો થોડા અલગ હતા. અમારે અહીં બાર્બાડોસમાં કંઈક અલગ કરવાની જરૂર પડી શકે છે. યુઝવેન્દ્ર ચહલ અથવા કુલદીપનો અહીં ઉપયોગ કરી શકાય છે. અમે નસીબદાર છીએ કે અમારી પાસે ઓલરાઉન્ડ ખેલાડીઓ છે. અમારી પાસે આઠ બેટ્સમેન હતા પરંતુ અમારી પાસે સાત બોલિંગ વિકલ્પો પણ હતા.