Dakshin Gujarat

ક્રૂર માનસિકતા: વાછરડીને પથ્થર મારી રોડ ઉપર પટકી, મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો

વિડીયો જોઈ, જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુકા ગામીતને પકડી પાડ્યો

રાજપીપળા: સેલંબામાં વાછરડીને ક્રૂરતાપૂર્વક પથ્થર મારી તથા ઊંચકીને રોડ ઉપર પટકવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

સાગબારાના સેલંબા ગામે રહેતા આરોપી સુકા ગામીતે વાછરડીને કોઈ કારણસર ક્રૂરતાથી પથ્થર વડે માર મારી તથા ઊંચકીને રોડ ઉપર પછાડી મારી નાંખવાનો વિડીયો વાયરલ થયો હતો. આ કૃત્ય કરતાં પોલીસે સાગબારા પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરી હતી. જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો અને તપાસ સાગબારા પોલીસ મથકના પીએસઆઈ કે.એલ.ગળચર કરી રહ્યા છે.

Most Popular

To Top