વડોદરા: શહેરની સીટી બસમાંથી શનિવારે ડ્રાયવર કંડકટરને રૂપિયા 23,000નું બંડલ મળી આવ્યું હતું. સીટી બસના સંચાલકને આ રકમ સોંપવામાં આવી હતી. ત્યારે રવિવારે જ રૂિપયાના મૂળ માલિકનો પત્તો લાગ્યો હતો અને સીટી બસ સર્વિસના સંચાલક નરેન્દ્રસિંહ રાણાએ પૂરી ખાતરી તપાસ કર્યા બાદ 23,00 રૂપિયાનું બંડલ મૂળ માલિક સતિષભાઈ વસાવાને પરત કર્યા હતા. ત્યારે તેમની આંખમાં હર્ષના આંસુ આવીગયા હતા અને સતિષભાઈએ ડ્રાયવર-કંડકટર સહિત સંચાલકનો આભાર માન્યો હતો.
શહેરમાં નાગરિકોને બસ સેવા પૂરી પાડતી વિનાયાક બસ સર્વિસિઝના ડ્રાયવર કંડકટર માણેજાની સ્ટેશન પરત આવતા સ્ટેશન પર બસ ખાલી થયા પછી પાછલી સીટ પર નોટોનું બંડલ મળી આવતા સંચાલકને સુપરત કરવામાં આવ્યું હતું. સીટી બસમાં રહી ગયેલ નોટોનું બંડલ તરસાલી રવિ પાર્કની નજીક આવેલ શંકરપાર્કમાં રહેતા સતિષભાઈ વસાવાના હોવાનું જણાવ્યું હતું. સતિષભાઈ વસાવા જેઓ 12-45 વાગે રવિપાર્કથી સ્ટેશન જવા માટે બસમાં બેઠા હતા. બસમાં ગીરદી ન હતી તેમણે સ્ટેશન જવાની ટિકિટ લીધી હતી. ટિકિટ લીધા બાદ પાસેની પ્લાસ્ટીકની થેલીમાં મૂકી હતી તે અરસામાં બેઠા હતા તેની બાજુની સીટમાં થેલી મુકી હતી. તે દરમિયાન થેલીમાંથી નોટોનું બંડલ સરકીને સીટ પર પડયું હતું. જે થેલી નીચે દબાઈ ગયું હતું. સ્ટેશન આવતા તેઓ થેલી લઈને નીચે ઉતરી ગયા હતા. સતિષભાઈ વસાવા ઈન્ડિયન ગેસ એજન્સી ધરાવે છે અને વાસણા રોડ ખાતે ઓિફસ પણ ધરાવે છે.
તેઓ ઘરેથી નીકળી ઓફિસ જઈને આ રૂિપયા બેંકમાં ભરવા જવાના હતા. પરંતુ જયારે તેમને ખબર પડી કે થેલીમાં રૂપિયાનું બંડલ નથી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમને એમ કે થેલીમાંથી પડી ગયા કે કોઈએ કાઢી લીધા હશે. રાત્રે ઘરે ગયા ત્યારે તેમણે ઘરે જાણ કરી હતી. ત્યારે સતિષભાઈએ ઘરે ગયા બાદ ખબર પડી કે તેમના રૂિપયા બસમાં જ પડી ગયા હતા અને બસ સર્વિસના સંચાલક પાસે સુરક્ષિત છે.
તેઓ રાત્રે જ સીટી બસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ રાત્રે ઓફિસબંધ હોવાથી સવારના તેઓ સીટી બસની કચેરી પર ગયા હતા અને પોતાની કેફિયત જણાવીને 23,000 રૂિપયાનું બંડલ પોતાનું હોવાનું જણાવ્યું હતું. સીટીબસ સર્વિસના સંચાલકે તેમનું કાર્ડ, આધારકાર્ડ નંબરની કોપી લીધી હતી અને સીસીટીવીના ફુટેજ ચેક કર્યા હતા.
જેમાં સતીષભાઈ એસ.ટી સ્ટેન્ડની બહાર નીકળતા નજરે પડયા હતા. ત્યારબાદ પાનકાર્ડ અને આધારકાર્ડમાં નામ અને સરનામા ખાતરી કર્યા બાદ બસની સીટ પર મળેલ 23,000 ની નોટોનુંબંડલ મુળ માલિક સતિષભાઈ વસાવાને સુપરત કરવામાં આવ્યું હતું. પોતાના પડી ગયેલા મહેનતના રૂિપયા પરત મળતા સતિષભાઈ ભાવવિભોર બની ગયા હતા અને ડ્રાયવર કંડકટરની ઈમાનદારીને બિરદાવીને તેમનો આભાર માન્યો હતો.