ભરૂચ,ડેડીયાપાડા: શહેરોના સમૃદ્ધ પરિવારોમાં ભવ્યથી અતિ ભવ્ય લગ્ન સમારોહ જોવા મળતા હોય છે. ધનવાન પરિવારો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતા જોવા મળે છે પરંતુ હવે તો ગુજરાતના ગામડામાં પણ ભવ્ય લગ્નસમારોહ જોવા મળી રહ્યાં છે. ભરૂચના ડેડિયાપાડાના નાનકડા ગામડામાં એક વરરાજા આખી જાન હેલિકોપ્ટરમાં (helicopter) લઈને આવ્યા ત્યારે ગ્રામજનો જોતા જ રહી ગયા હતા.
- સાતપુડાના પર્વતમાળામાં ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલી વખત વરરાજા હેલીકોપ્ટરમાં આવ્યા
- હેલીકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી પડી, ઢોલનગારા સાથે વરરાજાનું સ્વાગત કરાયું
- વરરાજાના પરિવારે મુંબઈથી હેલીકોપ્ટર ભાડે કરાવીને છેક ટીંબાથી ડેડીયાપાડા ભૂમિ પર જાન આવી
સાતપુડાની પર્વતમાળામાં આવેલા ડેડીયાપાડાના (Dediyapada) ઈતિહાસ પહેલીવાર વરરાજા જાન લઈને હેલીકોપ્ટરમાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વરરાજા જયારે હેલીકોપ્ટર લઇ ડેડીયાપાડાની ભૂમિ પર ઉતર્યાં ત્યારે તેમને જોવા આજુબાજુના ગામમાંથી લોકો ઉમટી પડ્યા હતા.
પહેલાના જમાનામાં ખાસ કરીને ટ્રાયબલ બેલ્ટમાં બળદગાડામાં જાન આવતી હતી. સમય વીતતા નવી કારમાં વરરાજા લગ્નના મંડપે પહોચતા જોવા મળતા થયા હતા. હવે દિવસો બદલાતા વરરાજાના પરિવારજનો ‘સ્ટેટ્સ સિમ્બોલ’ હેલીકોપ્ટર લઈને જાન લાવતા થયા છે. એટલે છેવાડાના લોકો કહે છે કે ‘મેરા દેશ બદલ રહા હૈ’ નારો સાર્થક થઇ રહ્યો એમ લાગે છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુધાભાઈની વહાલસોયી દીકરી કાજલના શુભ લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે થયા હતા. લગ્નમાં પીઠી ચોરાયા બાદ વરરાજા મંડપે જાન લઈને આવવાની શુભ ઘડી હતી. એ વખતે ખુદ વરરાજા માટે મુંબઈથી વિશેષ હેલીકોપ્ટર ભાડે કરતા ટીંબા ગામે પહોચ્યું હતું. જાનમાં હેલીકોપ્ટર વરરાજા બેસીને ડેડીયાપાડા ખાતે આવ્યા હતા.
વરરાજા હેલીકોપ્ટરમાં બેસીને આવતા આજુબાજુના ગામના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ડેડીયાપાડામાં વરરાજા હેલીકોપ્ટરમાં પહેલી વખત આવી હતી. ઓડ પરિવારમાં દંપતીએ સાત ફેરાની વિધિ ફર્યા થયા બાદ કન્યાએ હેલીકોપ્ટરમાં પરિવારએ વિદાય આપી હતી.