વડોદરા: આધેડ પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા પ્રેમીએ જાહેરમાં તિક્ષ્ણ ખંજરના ત્રણ ઘા મારી દેતા લોહીલુહાણ પ્રેમીકાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નવા યાર્ડ સ્થિત નવી આશાપુરી પાસે આવેલ સરસ્વતીનગરના મકાન નં. ૮ માં રહેતા ઇલાબે સિલ્વેસ્ર્ટર પરમાર કોલ સેન્ટરમાં ફરજ બજાવે છે. ૪૯ વર્ષીય ઇલાબેન ર૦ વર્ષથી પતિથી અલગ રહે છે. સંતાનમાં બંને પુત્રીઓ પરીણીત હોવાથી સાસરે રહે છે. ગત સવારે રાબેતા મુજબ આધેડ ઇલાબેન નોકરી જવા માટે મોપેડ લઇને નિકળ્યા હતા. સવારે ૬ વાગે રોઝિઝ ગાર્ડન પાસેથી પસાર થતા ત્યાે એકાએક દિનેશ ઇશ્વરભાઇ પરમાર (રહે. સત્યમ એપાર્ટમેન્ટ, બાપુની દરગાહ પાસે, ગોરવા ) ધસી આવ્યો હતો. મોપેડ રોકતા જ પાછળ બેસી ગયેલા દિનેશ ગાળાગાળી કરી હતી.
આધેડ ઇલાબેને બોલાચાલી કરતા ઉશ્કેરાયેલા દિનેશ આવેશમાં આવી જતાં ખિસ્સામાંથી તીક્ષ્ણ ખંજર કાઢ્યુ હતુ. ઇલાબેન કઇ સમજે તે પૂર્વે દિનેશે ખચાખચ છાતી પેટ અને જાંઘમાં ઇજાઓ પહોંચી હતી. સવારના પહોરમાં જાહેર માર્ગ ઉપર તીક્ષ્ણ હથિયાર વડુે હિચકારો હુમલો નિહાળતા વાહન ચાલકો તુરંત એકઠા થઇ ગયા હતા. ટોળા નિહાળવા જ હુમલાખોર તુરંત નાસી છૂટયો હતો. લોહલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ઇલાબેનને તુરંત સારવાર અર્થે એસએસજીમાં ખસેડતા હતા. જયા સારવાર બાદ હોસ્પિટલના બિછાને થી જ પોલીસ ફરિયાદ નોધાવી હતી.
અને તપાસ અધિકારી પીએસઆઇ એન. કે. ચારણને જણાવ્યુ હતુ કે હુમલાખોર દિનેશ પરમાર સાથે ઘણા સમયથી મિત્રતા બાદ પ્રેમ થયો હતો. બંને એકબીજાના ઘરે અવર જવર પણ કરતા હતા. પરંતુ થોડા સમય પૂર્વે બંને પ્રેમી અને પ્રમિકા વચ્ચે નજીવી તકરાર થતા ઇલાબેને સંબંધ તોડી નાખ્યો હતો. દિનેશને મનદુ:ખ થતા લાગી આવ્યુ હતુ. અને પ્રેમિકાએ બોલાવાની ના પાડતા જીવલેણ હુમલો કર્યો હતો. પીઆઇ ચારણે જણાવ્યુ હતુ કે હુમલાખોર વેલ્ડીંગ કામની છૂટક કામગીરી કરીને પેટીયુ રળે છે. તેના ઘરે તપાસ કરતા ફરાર થઇ ગયો હોવાથી શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ઝપાઝપી દરમ્યાનના સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને કાનુની કાર્યવાહી હાથ ધરી છે.